RJD નેતા તેજસ્વી યાદવનો PM મોદીને જવાબ, ‘ભાજપના નેતા ખુદને ભગવાન ન સમજે’
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી ધુઆધાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે બિહારમાં જનસભાઓને સંબોધી હતી, ચૂંટણી રેલીમાં ઈન્ડિયા એલાયન્સ અને આરજેડી પર આકરા પ્રહાર કરતા તેમને સનાતન ધર્મ વિરોધી ગણાવ્યા હતા. જો કે પીએમ મોદીને નિશાન બનાવીને આરજેડીના નેતા અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે પીએમ મોદી પાસે આવો ફાલતું પ્રચાર કરવા સિવાય કાંઈ નથી, તેમની પાસે શું પુરાવા છે કે શું તમે અને હું હિંદુ નથી?
તેજસ્વી યાદવે વધુમાં કહ્યું, કે ‘મારા ઘરમાં મંદિર છે, શું અમે લોકો પૂજા નથી કરતા? શું આ ફક્ત બતાવવા માટે છે કે આપણે વિરોધીછીએ? શું ભાજપના તમામ નેતાઓ પોતાને ભગવાન માની રહ્યા છે? જો તમે તેમનો વિરોધ કરી રહ્યા છો, તો આ ભગવાનનો વિરોધ કેવી રીતે હોય?
ભાજપના લોકોએ ભગવાન સાથે પોતાની સરખામણી ન કરવી જોઈએ. ભગવાન બધું જોઈ રહ્યા છે અને બધાને ત્યાં જવાનું છે. જ્યારે ભગવાન ન્યાય કરશે, ત્યારે આ લોકોને ખબર પડશે. ભગવાન સાથે તમારી સરખામણી ન કરો.
અત્રે ઉલ્લેખનિય છે કે વિવેક ઠાકુર નવાદાથી બીજેપીના ઉમેદવાર છે અને પીએમ મોદી તેમના પ્રચાર માટે આજે નવાદા પહોંચ્યા હતા. ત્યાં લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, તાજેતરમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરનો અભિષેક થયો હતો, જેમાં ઘણા વિરોધ પક્ષોએ ભાગ લીધો ન હતો.
ALSO READ : PM મોદીએ INDIA ગઠબંધન પર તાક્યું નિશાન, કહ્યું, ‘રામનવમી આવે છે, પાપીઓને ભૂલી ન જતા…’
તેમણે કહ્યું, ‘મોદીએ ખાતરી આપી હતી કે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બનશે, આજે રામ મંદિરનું શિખર આકાશને સ્પર્શી રહ્યું છે. જે પાંચસો વર્ષોમાં ન થઈ શક્યું, જે રામ મંદિરને રોકવા માટે કોંગ્રેસ અને આરજેડીએ વર્ષો સુધી પ્રયાસ કર્યા તે અંતે બનીને પૂર્ણ થયું છે. મંદિર દેશવાસીઓના પૈસાથી બન્યું છે, દેશવાસીઓએ બનાવ્યું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે ‘તેમની રામ સાથે શું દુશ્મની છે, અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો તેમણે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, તેમના મનમાં એટલું ઝહેર ભર્યું હતું કે તેમની પાર્ટીના જે કેટલાક લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા તેમને પણ પાર્ટીમાંથી કાઢી મુક્યા હતા. રામ નવમી આવી રહી છે, આ પાપ કરનારા લોકોને ભૂલતા નહીં.