મારા PSની ભૂલ હોય તો એની ધરપકડ કરો… મને કોઇ વાંધો નથી, જાણો NEET Paper Leak પર શું બોલ્યા તેજસ્વી
પટણાઃ NEET પેપર લીક કેસમાં બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને વિપક્ષના વર્તમાન નેતા તેજસ્વી યાદવના અંગત સચિવની ભૂમિકા સામે આવ્યા બાદ તેમણે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો આ તેમના અંગત સચિવની ભૂલ છે તો જો સરકાર તેની ધરપકડ કરે એની સામે એમને કોઈ વાંધો નથી.
તેજસ્વી યાદવે NEET પરીક્ષા પેપર લીક કેસમાં તેમના પીએસની ભૂમિકા પર CMએ કહ્યું હતું કે ‘PA, PS બધાને બોલાવીને પૂછપરછ કરવી જોઈએ, EOUએ અમારા PA પર કંઈ કહ્યું નથી, ફક્ત વિજય સિંહા જ આ વાત કહી રહ્યા છે, પરંતુ હું CMને કહું છું. કે તેમણે મારા પીએને બોલાવીને પૂછપરછ કરવી જોઈએ.
તેજસ્વી યાદવે એવો પણ દાવો કર્યો હતો કે, ‘તેઓ કિંગપિનને બચાવવા માગે છે, તેથી તેઓ કેસને ડાયવર્ટ કરી રહ્યાં છે, સમ્રાટ ચૌધરી સાથે આરોપીની તસવીર સામે આવી છે, તેના પર તેઓ શું કહેશે, મારા આસિસ્ટન્ટને બોલાવો અને જો તેણે ભૂલ કરી હોય તો ધરપકડ કરો. અમને કોઈ સમસ્યા નથી, પરંતુ મારું નામ ખેંચવાથી કોઈ ફાયદો થશે નહીં. તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમિત આનંદ પેપર લીકનો માસ્ટરમાઈન્ડ છે, તેની સામે કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો : NEET પેપર લીકમાં Gujarat કનેક્શનને લઈને સામે આવ્યો મોટો ખુલાસો
NEET પેપર લીકને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. એક દિવસ પહેલા બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિંહાએ આરોપ લગાવ્યો હતો કે તેજસ્વી યાદવના અંગત સચિવ પ્રીતમ કુમારે પેપર લીક કરનારા આરોપીઓ માટે રૂમ બુક કરાવ્યા હતા.
વિજય સિન્હાએ કહ્યું હતું કે, ‘તેજસ્વી યાદવના પીએસ પ્રીતમ કુમારે ગેસ્ટ હાઉસના કર્મચારી પ્રદીપ મારફતે માસ્ટરમાઇન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે લોકો ગેસ્ટ હાઉસમાં પકડાયા છે તેઓ પ્રીતમ સાથે સંકળાયેલા છે અને પ્રીતમ પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવનો પીએસ છે.
પ્રીતમ કુમાર (52 વર્ષ) બિહાર વહીવટી સેવાના અધિકારી છે. ઓગસ્ટ 2022 માં, તેમને નવી પોસ્ટિંગ મળી અને તેમને તેજસ્વી યાદવના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા હતા. પ્રીતમના પિતાનું નામ સુભાષ ચંદ્ર નિરાલા છે. તે બિહારના મુંગેરનો રહેવાસી છે.