Tejas, Rajdhani Express નહીં, 98% Occupancy રેટ સાથે આ છે Indian Railwayની Most Popular Train…

લોકસભામાં ચૂંટણીના માહોલમાં સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ અને પ્રત્યારોપનું રાજકારણ રમાઈ રહ્યું છે આ દરમિયાન કોંગ્રેસે Indian Railway’sની Popular Train Vande Bharatને પણ નહોતી છોડી. કેરળ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દેશમાં Vande Bharatની ઓક્યુપન્સી ખૂબ જ ઓછી છે.
કોંગ્રેસ દ્વારા એવો દાવો પણ કર્યો હતો કે IRCTCની વેબસાઈટ પર રેલવેના બુકિંગના ડેટા વિશ્લેષણ કર્યું હતું અને એમાં જાણવા મળ્યું હતું કે Vande Bharatમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. હવે કોંગ્રેસ દ્વારા કરાયેલા આ દાવાને રેલવે પ્રધાન Ashwini Vaishnawએ નકારી કાઢ્યો છે.
Ashwini Vaishnaw સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને માહિતી આપી હતી કે હવે સમય છે કોંગ્રેસના જુઠાણાના ફુગ્ગામાંથી હવા કાઢવાનો છે. સાતમી મે, 2024 સુધી Vande Bharatનો ઓક્યુપેન્સી રેટ 98 ટકા જેટલો રહ્યો હતો. નાણાંકીય વર્ષ 2024-25માં આ પ્રમાણ 103 ટકા જેટલું રહ્યું હતું. આ આંકડાઓ આપીને અશ્વિની વૈષ્ણવે કોંગ્રેસને એવો સવાલ પણ કર્યો હતો કે શું કોંગ્રેસ વંદે ભારત ટ્રેનને બંધ કરાવવા માંગે છે.
કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આઈઆરસીટીસી બુકિંગ ડેટાનું વિશ્લેષણ અનુસાર વંદે ભારત 50 ટકાથી વધુ ખાલી દોડે છે અને કોંગ્રેસે આ સંબંધિત કેટલાક ફોટો પણ પોસ્ટ કર્યા હતા. જ્યારે બીજી બાજું સરકારનું એવું કહેવું છે કે પ્રવાસીઓમાં વંદે ભારત ખૂબ જ લોકપ્રિય છે. 31મી માર્ચ, 2024 સુધી આશરે 2,15,00,000થી વધુ લોકો વંદે ભારત ટ્રેનથી પ્રવાસ કરી ચૂક્યા છે. જ્યારે સાતમી મે, 2024ના દિવસે વંદે ભારતની ઓક્યુપન્સી રેટ 98 ટકા જેટલો છે. આ બધા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વંદે ભારત ટ્રેન પ્રવાસીઓમાં કેટલી લોકપ્રિય છે.
છેલ્લાં બે વર્ષમાં વંદે ભારતની ઓક્યુપન્સી રેટ 96 ટકાથી વધુ રહ્યો છે. વંદે ભારતમાં પ્રવાસ કરીને પ્રવાસીઓને હવાઈ મુસાફરી કર્યા જેવો અહેસાસ થાય છે અને આ જ કારણ છે કે લોકો વંદે ભારતમાં પ્રવાસ કરવાનું વધારે પસંદ કરે છે. વર્તમાન સમયમાં 248 જિલ્લાથી આ વંદે ભારત ટ્રેન જોડાયેલી છે.
https://x.com/AshwiniVaishnaw/status/1788513313074081959