નેશનલ

દુબઈમાં તેજસ જેટ ક્રેશ મુદ્દે એરફોર્સનું નિવેદન, કહ્યું પાયલોટે લોકોનો જીવ બચાવવા બલિદાન આપ્યું

નવી દિલ્હી : દુબઈ એર શોમાં શુક્રવારે એર શોની ડિસ્પ્લે ફ્લાઈટ દરમિયાન ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટનું મોત નીપજ્યું હતું.

આ અંગે ઇન્ડિયન એરફોર્સ નિવેદન આપ્યું છે. જેમાં અકસ્માતનું કારણ નક્કી કરવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરવામાં આવી રહી છે. તેમજ પાયલોટે લોકોનો જીવ બચાવવા માટે વિમાનને ભીડથી દૂર લઈ ગયો હતો.

આપણ વાચો: ક્રેશ થયેલા ‘તેજસ’માં રાજ્યમંત્રીએ ભરી હતી ઉડાન અને લખી હતી આવી કવિતા…

વિમાનમાં ખામી ઉત્પન્ન થવાની સંભાવના

આ અકસ્માત વિશે વધુ વિગતો આપતા એરફોર્સે જણાવ્યું કે પાયલોટે પોઝિટિવ-હાઇ g ટર્ન લીધો હોય તેમાંથી બહાર આવ્યો હોય અને થોડી ઊંચાઈ મેળવવા માટે વિંગ-ઓવરમાં ફેરવાઈ ગયો હોય. જે નેગેટીવ g પુશ-ઓવરમાં ફેરવાઈ ગયો હશે.

પાયલોટે લોકોને બચાવવા માટે જીવનું બલિદાન આપ્યું

ઇન્ડિયન એરફોર્સે જણાવ્યું હતું કે, પાયલોટે વિંગ્સ બેલેન્સ કરીને અને ભીડથી દૂર ખેંચીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જયારે વિમાને બેલેન્સ ગુમાવતા જમીન પર અથડાયું હતું તે બધી અટકળો છે.

પાયલોટે નીચે રહેલા લોકોને બચાવવા માટે જીવનું બલિદાન આપ્યું છે. જે સત્ય છે. કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. ફ્લાઇટ ડેટા રેકોર્ડરના વિશ્લેષણથી અકસ્માતનું કારણ નક્કી કરી શકાશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button