પાકિસ્તાનમાં આંતરિક ઘર્ષણઃ તાલિબાનો વિરુદ્ધ શરુ કર્યું ઓપરેશન, અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ

પાકિસ્તાનમાં આંતરિક ઘર્ષણઃ તાલિબાનો વિરુદ્ધ શરુ કર્યું ઓપરેશન, અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ

બાજોર : પાકિસ્તાન સેનાએ એક ઓપરેશન શરુ કર્યું છે. જેમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનો બાજોર જિલ્લામાં તહરીક એ તાલિબાન વિરુદ્ધ ઓપરેશન સરબાકફ શરુ કર્યો છે. આ ઓપરેશન લોઈ મામુંડ અને મામુંડ તાલુકામાં ચાલી રહ્યું છે. જેને તહરીક એ તાલિબાનનો ગઢ મનવામાં આવે છે.

આ અંગે તાલિબાન કમાંડરો સાથે શાંતિ વાર્તા અસફળ થયા બાદ 27 વિસ્તારોમાં 12થી 72 કલાકનો કર્ફ્યું લગાવવામાં આવ્યો છે. જેના લીધે અંદાજે 55,000 લોકો વિસ્થાપિત થયા છે. તેમજ ચાર લાખથી વધુ લોકો ઘરોમાં ફસાયા છે.

સેના નાગરિકોને ત્રાસ આપી રહી હોવાનો આક્ષેપ
આ અંગે અવામી નેશનલ પક્ષના વિધાયક નિસાર બાઝ ખૈબર પખ્તુનખ્વા વિધાનસભામાં આરોપ લગાવ્યો હતો કે, કર્ફ્યુંના પગલે લોકોને સુરક્ષિત સ્થળોએ જવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ સેના નાગરિકોને ત્રાસ આપી રહી છે.

જેમાં અનેક પરિવાર ટેન્ટ, ખુલ્લા મેદાનો અને જાહેર ઇમારતોમાં રાત વિતાવવા માટે મજબુર છે. તેમજ પરિવહનની સમસ્યાના લીધે લોકોને ભોજન અને પાણીની તકલીફ પડી રહી છે.

શાળાને અસ્થાયી કેમ્પ બનાવવામાં આવ્યા
જયારે અધિકારીઓનું કહેવું છે કે, પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. વડા પ્ર્ધાન શહબાઝ શરીફના સલાહકાર મુબારક ખાન જૈબ અનુસાર શાળાને અસ્થાયી કેમ્પ બનાવવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટીતંત્રએ ખાર તાલુકામાં 107 શૈક્ષણિક સંસ્થાઓ રાહત શિબિર તરીકે નક્કી કરવામાં આવ્યા છે. જોકે, અહેવાલ મુજબ રાહત સામગ્રી અને રાહત શિબિરોમાં યોગ્ય વ્યવસ્થા નથી.

આ અભિયાન 29 જુલાઈએ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જનજાતીય જિરગાની મધ્યસ્થાને લીધે તેને કામચલાઉ ધોરણે રોકવામાં આવ્યું હતું. જો કે તેની બાદ 2 ઓગસ્ટના રોજ મંત્રણા નિષ્ફળ જતા સેનાએ ફરી કાર્યવાહી કરી હતી.

સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
ઉલ્લેખનીયુ છે કે, બાજોર જીલ્લો લાંબા સમયથી તહરીક એ તાલિબાનનો ગઢ રહ્યો છે. પાકિસ્તાન સેના આ વિસ્તારમાં પહેલા પણ અનેક ઓપરેશન કરી ચુકી છે. જેમાં હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ વખતે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જયારે સેના પર લોકોને ત્રાસ આપવાનો અને માનવ અધિકાર ભંગના ગંભીર આરોપ લાગ્યા છે.

આ પણ વાંચો…પાકિસ્તાનમાં તાલિબાનોએ આતંક મચાવ્યો, અર્ધલશ્કરી દળના ત્રણ જવાનોની હત્યા કરી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button