ટોપ ન્યૂઝનેશનલ

હવે તહરીક-એ-હુર્રિયત’ આતંકવાદી સંગઠન જાહેરઃ મોદી સરકારની મોટી કાર્યવાહી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર કાશ્મીરના અલગતાવાદી કાશ્મીરની અલગતાવાદી સંગઠનો સામે સતત કાર્યવાહી કરી રહી છે. હજી એક દિવસ પહેલા જ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ) પાર્ટી ને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.

હવે ‘તહરીક-એ-હુર્રિયત’ પાર્ટી ને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હોવાની માહિતી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે આપી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે અલગતાવાદી પક્ષ ‘તહરીક-એ-હુર્રિયત’ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ‘ગેરકાયદે સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે.

સરકારે જણાવ્યું હતું કે આ અલગતાવાદી સંગઠનો ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યા છે. તેઓ પાકિસ્તાનના સમર્થનમાં કાશ્મીરમાં ગતિવિધિઓ કરી રહ્યા છએ અને આ વિસ્તારની શાંતિ જોખમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તહરીક-એ-હુર્રિયત’ વિશે માહિતી આપતા અમિત શાહે જણાવ્યું હતું કે આ અલગતાવાદી પક્ષનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાનો હતો. તહરીક-એ-હુર્રિયત’ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપી રહી હતી અને આ વિસ્તારમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી હતી.

કેન્દ્ર સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે, તેથી ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ સંગઠનોને તાત્કાલિક ખતમ કરવામાં આવશે. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ પર ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ, જો કોઈ વ્યક્તિ કે સંસ્થા ભારત વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હશે તો તેને તરત જ નિષ્ફળ કરવામાં આવશે.’

મોદી સરકારે ઘાટીમાંથી આતંકવાદને ખતમ કરવા માટે અલગતાવાદી સંગઠનો સામે સતત કાર્યવાહી કરી છે. તે દિશામાં આ સૌથી તાજેતરનું પગલું છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker