નેશનલસ્પેશિયલ ફિચર્સ

Team Melodiએ હરખથી વધાવી લીધો Giorgia Meloniના વીડિયોને, કલાકોમાં જ મળ્યા આટલા વ્યૂઝ…

ઈટાલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની (Italy PM Giorgia Meloni)એ સોશિયલ મીડિયા પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથેનો એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયો પર પીએમ મોદીની મજેદાર અને મજબૂત પ્રતિક્રિયા પણ કમેન્ટ સ્વરૂપે સામે આવી છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા Melodious થઈ ગયું છે કારણ કે વીડિયો શેર કર્યાના એક કલાકમાં જ તેને લાખોમાં વ્યૂ મળી ચૂક્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા અપુલિયા પહોંચ્યા હતા. એ સમયે પીએમ મેલોનીએ તેમનું સ્વાગત કર્યું હતું એ સમયનો મેલોની સાથેનો તેમનો વીડિયો પણ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી 15 મિલિયન કરતાં વધુ વ્યૂ મળી ચૂક્યા છે અને 15 હજાર કરતાં વધુ કમેન્ટ્સ અને લાખો લાઈક કરવામાં આવ્યા છે આ સિવાય આ વીડિયો 57,000થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Giorgia Meloniના ટ્વિટના જવાબમાં Narendra Modiએ લખ્યું કે..

મેલોનીએ પીએમ મોદીનું ભારતીય પદ્ધતિ અનુસાર નમસ્તે કહીને સ્વાગત કર્યું હતું અને એના જવાબમાં પીએમ મોદીએ પણ નમસ્તે કરીને ઔપચારિક વાતચીત કરી હતી. ત્યાર બાદ મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી ક્લિક કરતો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો અને હવે આ સેલ્ફી વીડિયોને કારણે સોશિયલ મીડિયા Melodi નહીં પણ Melodious થઈ ગયો છે.

મેલોનીએ પીએમ મોદી સાથેના શેર કરેલાં આ વીડિયોમાં તેઓ એવું કહેતાં સાંભળવા મળી રહ્યા છે કે હેલો ફ્રોમ મેલોડી ટીમ… બંને જણ આ વીડિયોમાં એકદમ ખડખડાટ હસતા જોવા મળી રહ્યા છે અને આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. શેર કર્યાના એક કલાકમાં જ આ વીડિયોને 1.9 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. જી-7 શિખર પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટનના વડા પ્રધાન ઋષિ સૂનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને યુક્રેનના રાષ્ટ્રાધ્યક્ષ વ્લોદોમીર ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો