છટણીનો ભોગ બનનાર 12,000 કર્મચારીઓ માટે TCSએ કરી નવી જાહેરાત, હવે શું થશે? | મુંબઈ સમાચાર
નેશનલ

છટણીનો ભોગ બનનાર 12,000 કર્મચારીઓ માટે TCSએ કરી નવી જાહેરાત, હવે શું થશે?

બેંગલુરૂ: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) તથા NASSCOM કંપની છટણીની તૈયારીઓ કરી રહી છે, જે પૈકી TCS કંપની તો 12,000 કર્મચારીની છટણી કરશે. TCSની આ છટણીને આઈટી ક્ષેત્રની સૌથી મોટી ગણવામાં આવી રહી છે. હાલ છટણીની પ્રક્રિયા ચાલી રહી છે જોકે, કંપની છોડ્યા બાદ પણ કર્મચારીઓને રૂપિયાની તંગી પડશે નહીં, કારણ કે છટણીનો ભોગ બનનારા કર્મચારીઓ માટે TCS દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

નોકરી છોડનારને કંપની આપશે વળતર

TCS કંપની 12,000 કર્મચારીની છટણી કરવા જઈ રહી છે. આ આંકડો તેના કુલ વર્કફોર્સના લગભગ 2 ટકા છે. જોકે, કંપની છોડનાર કર્મચારીઓને રૂપિયાની તંગી પડે નહીં તેના માટે TCS દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કંપની દ્વારા છેલ્લા 8 મહિનાથી કોઈ પ્રોજેક્ટ વિહોણા કર્મચારીઓને માત્ર 3 મહિનાનો પગાર નોટિસ પિરિયડના વળતરરૂપે આપવામાં આવશે. 10થી 15 વર્ષ સુધી સેવા આપનાર કર્મચારીને અંદાજિત 1.5 લાખનું સેલેરી પેકેજ મળશે, જ્યારે 15 વર્ષથી વધારે સેવા આપનાર વરિષ્ઠ કર્મચારીઓને દોઢથી 2 લાખ સુધીનું વળતર સેવરેંસ પેકેજ તરીકે આપવામાં આવી શકે છે.

છટણીનો ભોગ બનનાર કર્મચારીઓ માટે TCS દ્વારા કેટલા મહત્ત્વપૂર્ણ પગલા પણ ભરવામાં આવ્યા છે. TCS દ્વારા ત્રણ મહિના સુધી નવી નોકરી શોંધવામાં મદદ કરવા માટે એજન્સી ફીનો ખર્ચ જાતે ઉપાડી રહી છે. TCS કેર પ્રોગ્રામ હેઠળ થેરેપિસ્ટ અને કાઉન્સેલિંગની સુવિધા આપવામાં આવશે, જે લોકો રિયાયરમેન્ટની નજીક છે. તેમને તમામ લાભની સાથે 6 મહિનાથી 2 વર્ષ સુધીનો પગાર આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે છટણી અંગે TCSએ નિવેદન આપતા જણાવ્યું કે, આ પગલું કંપનીના ભવિષ્ય માટે તૈયાર સંગઠન બનાવવાની વ્યાપક રણનીતિનો ભાગ છે. જેના હેઠળ નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં રોકાણ, નવા બજારોમાં પ્રવેશ, ગ્રાહકો અને પોતાને માટે મોટાપાયે AIનો ઉપયોગ, ભાગીદારીને મજબૂત કરવી, આગામી પેઢીને બુનિયાદી માળખાના નિર્માણ અને કાર્યબળ મોડલને પુનર્ગઠિત કરવા પર ધ્યાન આપવામાં આવશે.

આપણ વાંચો:  ભારતની એક જ કંપની પાસે પાકિસ્તાનના ગોલ્ડ રિઝર્વ કરતા ત્રણ ગણું ગોલ્ડ, જાણો વિગતે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button