TCSમાં છટણી ‘ખતરનાક’ ગણાવી: કર્ણાટકના પ્રધાને આપ્યું મોટું નિવેદન..

બેંગલુરૂ: આઈટી ક્ષેત્રની એક પછી એક દિગ્ગજ કંપનીઓ મંદીનો સામનો કરી રહી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) તથા NASSCOM કંપની છટણીની તૈયારીઓ કરી રહી છે, જે પૈકી TCS કંપની તો 12,000 કર્મચારીની છટણી કરશે. TCSની આ છટણીને આઈટી ક્ષેત્રની સૌથી મોટી ગણવામાં આવી રહી છે જેને લઈને કર્ણાટકના શ્રમ પ્રધાન સંતોષ લાડે ચિંતા વ્યક્ત કરી છે.
TCSની છટણીને ‘ખતરનાક’
શ્રમ પ્રધાને કહ્યું હતું કે આ આશ્ચર્યજનક બાબત છે, કારણ કે અચાનક 12,000 લોકોની છટણી એ પણ TCS. આ એક બહુ મોટી સંખ્યા છે…આ ચિંતાજનક છે. અમારા લોકો તેમની સાથે વાત કરી રહ્યા છે. હું તેની પાછળનું કારણ પણ જાણીશ. હું શ્રમ કાયદાઓ જોઈશ. ઉભરતી કંપનીઓ સાથે હંમેશાં કૂણું વલણ દાખવવામાં આવે છે.
છટણી રણનીતિનો ભાગ છે
છટણીના નિર્ણયને લઈને TCSએ નિવેદન આપતા જણાવ્યું કે આ પગલું કંપનીના ભવિષ્ય માટે તૈયાર સંગઠન બનાવવાની વ્યાપક રણનીતિનો ભાગ છે. જેના હેઠળ નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં રોકાણ, નવા બજારોમાં પ્રવેશ, ગ્રાહકો અને પોતાને માટે મોટાપાયે AIનો ઉપયોગ, ભાગીદારીને મજબૂત કરવી, આગામી પેઢીને બુનિયાદી ઢાંચાના નિર્માણ અને કાર્યબળ મોડલને પુનર્ગઠિત કરવા પર ધ્યાન આપવામાં આવશે.
AI એજન્ટ માણસની જગ્યા લેશે
AI ઓટોમેશન અને વધુ વિગતવાર માહિતી પ્રદાન કરે છે. જેને લઈને આગામી સમયમાં IT કંપનીઓમાં છટણીની આશંકાઓ વધી ગઈ છે. ટેકઆર્ટના ફાઉન્ડર ફેઝલ કાવૂસાએ જણાવ્યું કે, એન્ટપ્રાઇઝ હવે IT કંપનીઓ પાસેથી AIનો ઓછો ઉપયોગ કરીને વધુ કામ થાય તેવી અપેક્ષા રાખે છે. આવા સંજોગોમાં ખર્ચના દબાણના કારણે વધુ કર્મચારીઓની છટણી થશે. આને આપણે AI-સંચાલિત IT ક્ષેત્રમાં થનારા મોટા ઘટનાક્રમના એક ભાગરૂપે જોવું જોઈએ, જ્યાં AI એજન્ટ ઝડપથી માનવ એજન્ટની જગ્યા લેશે.
ઇન્ફોસીસમાં 20,000 ફ્રેશર્સની થશે ભરતી
ઉલ્લેખનીય છે કે, એક તરફ TCS દેશના IT ક્ષેત્રની સૌથી મોટી છટણી કરવાની જાહેરાત કરી છે તો બીજી તરફ ઇન્ફોસીસે 20,000 કોલેજ ગ્રેજ્યુએટ્સ માટે મોટી ભરતીની જાહેરાત કરી છે. જોકે, TCSની છટણીના કારણે મધ્યમથી વરિષ્ઠ સ્તરના વ્યાવસાયિકો, જુનિયર કર્મચારીઓ અને લાંબો કાર્યકાળ ધરાવતા કર્મચારીઓને અસર થશે.
આ પણ વાંચો…દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસમાં 12,000 કર્મચારીની થશે છટણી, જાણો કેમ લીધો આ નિર્ણય