ભારતમાં TBના દર્દીમાં થઈ રહેલા ઘટાડા પર WHOના રિપોર્ટ પર પીએમ મોદીએ શું કહ્યું? જાણો કેવા હોય છે આ રોગના લક્ષણો
TB free India: ભારતમાં ટીબીના (Tuberculosis) દર્દીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ (Union Health Minister JP Nadda) એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં ટીબી સામે ભારતે લીધેલા પગલાને લઈ પીએમ મોદીએ (PM Modi) પણ એક મહત્વનો સંદેશો આપ્યો છે.
ભારતમાં ટીબીના કેસમાં ઘટાડાનો વૈશ્વિક દરની તુલનામાં કેટલો છે?
નડ્ડાએ ડબલ્યુએચઓ તરફથી ટીબી સામે ભારતની લડાઈના રિપોર્ટ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર ટીબી મુક્ત ભારત બનાવવા કટિબદ્ધ છે. તેમણે આંકડાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ડબલ્યુએચઓ 2015 થી 2023 સુધી ટીબીના કેસમાં 17.7 ટકા સુધીનો ઘટાડો થયો છે. ભારતમાં ટીબીના કેસમાં ઘટાડાનો દર વૈશ્વિક ઘટાડાના 8.3 ટકાના દરની તુલનામાં બમણાથી પણ વધારે છે.
નડ્ડાએ ટીબી સામેની સરકારની યોજનાઓ ઉલ્લેખ કરતાં જણાવ્યું, ટીબીના દર્દીઓને જરૂરી પોષણ સંબંધી સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવાની દવાની નવી રીત પણ લાવવામાં આવી છે. તેમણે ટીબીના કેસ ઘટવા પર સ્વાસ્થ્ય મંત્રાલય અને સ્વાસ્થ્યકર્મીઓને અભિનંદન પણ આપ્યા હતા.
આપણ વાંચો: થાણે જિલ્લાના ૪૧ ગ્રામપંચાયતોને ટીબી-મુક્ત જાહેર કરવામાં આવી
પીએમ મોદીએ શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતાં એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, પ્રશંસનીય પ્રગતિ. ટીબીના કેસમાં ઘટાડો થવો ભારતના સમર્પિત અને અભિનવ પ્રયાસોનું પરિણામ છે. એક સામૂહિક ભાવનાના માધ્યમથી આપણે ટીબી મુક્ત ભારતની દિશામાં કામ કરતાં રહીશું.
ટીબીના કેવા હોય છે લક્ષણો
અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર જે દર્દીઓના ફેફસાંમાં ટીબી હોય છે તેમાં નીચે મુજબના લક્ષણ જોવા મળે છે.
- 3 અઠવાડિયા અથવા તેનાથી વધારે સમય સુધી ખાંસી રહેવી.
છાતીમાં દુખાવાનો અનુભવ થવો. - ખાંસતી વખતે અથવા ખાંસી ખાધા બાદ લાળમાંથી લોહી આવવું.
- વધારે થાક અને નબળાઇ અનુભવવી.
- અચાનકથી વજન ઘટી જવું.
ભૂખ ન લાગવી. - ધ્રૂજારી અનુભવવી અને તાવ આવવો.
- રાત્રે ખૂબ જ વધારે પરસેવો થવો.