કર્ણાટકના ચિકબલ્લાપુરમાં ટાટા સુમો ટેન્કર સાથે અથડાઈ, 12ના મોત
આજે ગુરુવારે સવારે કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. સાજે સવારે 7.15 વાગ્યે NH 44 પર ચિત્રાવતી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે ટાટા સુમો અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. મૃતકોમાં 8 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે.
NH 44 પર પુરપાટ વેગે જઈ રહેલી ટાટા સુમો ગાડીએ સામે ઉભેલા ટેન્કરને ટક્કર મારી હતી. આ ઘટનામાં 12 લોકોના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસને કારણે કાર ચાલક રોડ કિનારે ઉભેલા ટેન્કરને જોઈ શક્યો ન હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે અને જેની ચિક્કાબલ્લાપુર જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમે ઘટનામાં સામેલ પીડિતો, ડ્રાઇવરો અને વાહનો વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ.
પ્રાથમિક અહેવાલો મુજબ મૃતકોમાંથી દસ શ્રી સત્ય સાંઈ જિલ્લાના ગોરંતલા મંડલના ગામોના સ્થળાંતર કામદારો હતા. માહિતી અનુસાર, ગોરાંટલાના સ્થાનિક બસ સ્ટેન્ડ પર એકઠા થયેલા પરપ્રાંતિય કામદારો બેંગલુરુ જતી ટાટા સુમો એસયુવીમાં સવાર થયા હતા. દશેરા વેકેશન બાદ તમામ પોતપોતાના કાર્યસ્થળ પર પરત ફરી રહ્યા હતા.