
રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ઘટશે, એનર્જી અને એગ્રીકલ્ચર ક્ષેત્રે સહમતિની શક્યતા
નવી દિલ્હી-વોશિંગ્ટનઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈ સંબંધો વધુ વણસ્યા છે, પરંતુ હવે એમાં સુધારાનો નવો આશાવાદ જાગ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફમાં ટૂંક સમયમાં પંદરથી 16 ટકા કરી શકે છે. બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ કરવામાં આવી હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જો ટેરિફમાં ઘટાડો થાય તો ભારતીય વિવિધ સેક્ટરને ફાયદો થઈ શકે છે.
ટ્રેડ ડીલ અંતિમ સ્વરુપમાં હોવાનો દાવો
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદ ટૂંક સમયમાં ખતમ થવાની ફરીથી અટકળો વહેતી થઈ છે. એટલું જ નહીં, બંને દેશ ટૂંક સમયમાં ડીલ પણ સંપન્ન કરવામાં આવશે, ત્યારે એની વચ્ચે દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બંને એક લાંબા સમયની ટ્રેડ ડીલને અંતિમ સ્વરુપ આપવાની નજીકમાં છે, જેમાં અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફને પચાસ ટકાથી ઘટાડવામાં આવશે.
રશિયા પાસેથી ક્રૂડ ખરીદી ઘટાડી શકાય
આ ટેરિફ પચાસ ટકામાંથી પંદરથી સોળ ટકા સુધી લાવી શકાય છે એની સાથે એગ્રીકલ્ચર અને એનર્જી બંને ક્ષેત્ર પર પણ ડીલ કરી શકાય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ટ્રેડ ડીલમાં મુખ્ય વસ્તુ રશિયાથી ક્રૂડ ઓઈલની આયાતનો મુદ્દો પણ સામેલ હોઈ શકે છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીમાં ઘટાડો પણ કરી શકે છે.
આ મહિનાના અંતમાં થઈ શકે છે ડીલ
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં પહોંચી છે અને આ મહિનાના અંત સુધીમાં આસિયન શિખર સંમેલન પૂર્વે અંતિમ રુપ આપવામાં આવશે. એના પછી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. જોકે, અત્યાર સુધીમાં આ મુદ્દે ભારત અને અમેરિકા તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આમ છતાં ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ઘટાડવા માટે સંમત થઈ ચૂક્યું છે, પરંતુ ભારતે દાવાને ફગાવ્યો હતો.
એનર્જી એન્ડ એગ્રીકલ્ચર પર ફોક્સ કરાશે
ટ્રેડ ડીલમાં ખાસ કરીને એનર્જી અને એગ્રીકલ્ચરમાં ફોક્સ કરવામાં આવશે. આ બંને સેક્ટર પર સૌથી વધુ ફોક્સ કરવામાં આવશે. અગ્રણી મીડિયા હાઉસના દાવા પ્રમાણે મકાઈ અને સોયા વગેરે અમેરિકન કૃષિ ઉત્પાદનની આયાતમાં વૃદ્ધિમાં મંજૂરી આપી શકાય છે, જેનાથી અમેરિકાને ભારતીય એગ્રો માર્કેટ સુધી પહોંચવાનું સરળ થશે અને અમેરિકાને સૌથી મોટું માર્કેટ પણ મળી શકે છે. એના બદલામાં અમેરિકા ભારતીય વસ્તુઓ પરની ટેરિફમાં મોટો ઘટાડો કરી શકે છે. આ ટેરિફ પચાસ ટકાથી ઘટાડીને પંદર ટકાની આસપાસ કરી શકે છે. આ ઘટાડાને કારણે નિકાસ સેક્ટરમાં ખાસ કપડા, એન્જિનિયરિંગ સામાન અને દવા વગેરે ક્ષેત્રમાં અમેરિકન બજારમાં વધુ પ્રતિસ્પર્ધી થઈ શકે છે.
આ પણ વાંચો…આસિયાન સમિટમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે થશે બેઠક, સત્તાવાર જાહેરાતની પ્રતીક્ષા…