ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની અસર, ભારત અને ચીનમાંથી એપલ સહિતની કંપનીઓએ નિકાસ વધારી…

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાના નિર્ણયથી અન્ય દેશો ઉપરાંત અમેરિકન કંપનીઓની પણ મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં હવે અમેરિકન કંપનીઓ ટેરિફ લાગુ થાય તે પૂર્વે અન્ય દેશોમાંથી છેલ્લી ઘડીએ માલસામાનનો નિકાસ કરી રહી છે. જેના પગલે ભારતના નિકાસ ટાર્ગેટને 437 બિલિયન ડોલર સુધી પહોંચવામાં સફળતા મળી છે. જેમા આઈફોન બનાવતી કંપની એપલ નિકાસમાં સૌથી મોખરે હતી. જેમાં ટેરિફ વધારાની જાહેરાત પૂર્વે કંપનીએ વેરહાઉસનો સ્ટોક ખાલી કરવા કંપનીએ માત્ર ત્રણ દિવસ માં આઇફોન અને અન્ય પ્રોડ્કટથી ભરેલા પાંચ વિમાન અમેરિકા મોકલ્યા હતા.
એપલે ચીન અને ભારતમાંથી તેના ઉત્પાદનો મોકલ્યા
ગત શનિવારના મીડિયા અહેવાલ મુજબ એપલે ભારત અને ચીન બંને તરફથી મોટી સંખ્યામાં શિપમેન્ટ મોકલ્યા છે, જોકે તે શોપિંગ સીઝન ઓછી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય ઘણી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના કિસ્સામાં પણ આ જ વલણ જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન રત્નો અને ઝવેરાતની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો.
નિકાસ લગભગ છ ગણી વધીને 344 મિલિયન ડોલર થઈ
જ્યારે 1 થી 4 એપ્રિલ દરમિયાન મુંબઈમાં પ્રેશિયસ કાર્ગો ક્લિયરન્સ સિસ્ટમ ફોર કસ્ટમ્સ દ્વારા અમેરિકામાં રત્નો અને ઝવેરાતની નિકાસ લગભગ છ ગણી વધીને 344 મિલિયન ડોલર થઈ ગઈ. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં માત્ર 61 મિલિયન ડોલર હતી. શનિવાર મધ્ય રાત્રિથી અમલમાં આવેલા 10 ટકાના બેઝલાઇન ટેરિફને ટાળવા માટે આ પગલા લેવામાં આવ્યા હશે. તેવી જ રીતે કપડાના શિપમેન્ટમાં પણ આટલો જ વધારો થયો છે.
આ પણ વાંચો: શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિત અનેક દેશોના ટેરિફમાં કરશે ઘટાડો ? જાણો વિગતે…
નિકાસ 800 અબજ ડોલરને પાર કરી શકે
માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતની માલ અને સેવાઓની નિકાસ 800 બિલિયન ડોલરને પાર થવાની ધારણા છે. વર્ષ 2023-24માં ભારતની માલસામાનની નિકાસ 3 ટકા ઘટીને કુલ નિકાસ 778 અબજ ડોલર થઈ ગઈ.જ્યારે ફીઇઓ ના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે, જે ક્ષેત્રોમાં હવાઈ માર્ગે માલનું પરિવહન શક્ય હતું ત્યાંથી નિકાસમાં વધારો થયો છે. માર્ચ 2025 માં નિકાસ 40 બિલિયન ડોલરથી વધુ થવાની મને અપેક્ષા છે.