ટેરિફ ટેન્શનઃ ટ્રમ્પના ટેરિફ એટેક સામે ભારતની શું છે યોજના, વિદેશ પ્રધાનનો જવાબ, જાણો?

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને કારણે વૈશ્વિક શેરબજાર અને વેપાર-ઉદ્યોગ પર અસર થવાની દહેશત પ્રવર્તી રહી છે, તેમાંય અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ મુદ્દે વિવાદ વકર્યો છે ત્યારે ભારત પર તેની અસર અંગે વાદળો ઘેરાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી અંગે વિદેશ પ્રધાન એસ. જયશંકરે સમગ્ર યોજના અંગે મહત્ત્વની વાત જણાવી હતી.
અમેરિકા સાથે ડીલ કરનારા ભારત પહેલો દેશ
વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એટેક અંગે ભારતની શું છે નીતિ એના અંગે મહત્ત્વની વાત જણાવી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે અમેરિકાની સાથે આ વર્ષના અંત સુધીમાં ટ્રેડ ડીલ કરવાની છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ ડીલ કરનાર ભારત એકમાત્ર દેશ છે, જ્યારે ટ્રેડ ડીલ મુદ્દે સહમતિ સાધવાની કોશિશ કરી હતી.
ચીન, બ્રાઝિલ, કેનેડા, યુરોપિયન યુનિયન પણ દહેશતમાં
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો છે જેને કારણે ભારતના અનેક ઉદ્યોગો પર અસર પડી શકે છે, તેમાંય વળી અમેરિકામાં એક્સપોર્ટ કરનારા ઉદ્યોગો અને સર્વિસ આપનારા લોકો પર અસર થશે. ચીન, બ્રાઝિલ, કેનેડા, યુરોપિયન યુનિયન સહિત દુનિયાભરના મોટા દેશ પણ હરકતમાં આવી ગયા છે કે તેમના તંત્ર પર શું અસર થશે. દુનિયામાં મંદીનો પણ ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે એસ. જયશંકરે કહ્યું હતું કે ટ્રમ્પની ટેરિફ પોલિસી મુદ્દે ભારતે અગાઉથી ટ્રેડ ડીલ કરી છે. ટ્રમ્પ બીજી વાર સત્તામાં આવ્યા પછી ટ્રેડ ડીલ કરનારા દેશ એકલો ભારત હતો.
આજથી ટ્રમ્પ પ્રશાસનવતીથી લાગુ ટેરિફ પાંચ દેશમાં લાગુ
ચીનને ટેરિફ હટાવવાની ચેતવણી આપ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે 104 ટકાનો ટેરિફ ચીન પર લગાવ્યો છે ત્યારે ચીન સહિત પાંચ દેશ પર ટેરિફ આજથી લાગુ પડ્યો છે. ટ્રમ્પના ટેરિફ એટેકને લઈ વૈશ્વિક સ્તરે મહામંદીનું જોખમ તોળાય રહ્યું છે. ભારત એ દેશમાં સામેલ છે, જેને ડોનાલ્ડ ટ્રમ્પની સાથે દ્વિપક્ષીય ટ્રેડ ડીલ કરવાની કોશિશ કરી છે. અત્યાર સુધીમાં એ વાત ખબર નથી એના પર શું અસર થશે. એક વાત નક્કી છે કે તેના ઉકેલ રુપ રણનીતિ સ્પષ્ટ છે. અમેરિકા સાથે રણનીતિ તૈયાર છે. ટ્રમ્પ પ્રશાસન સાથે શરુઆતથી વાત કરીશું. છેલ્લા છ અઠવાડિયામાં જેટલી ચર્ચા થઈ છે એટલી યુરોપ સાથે બે વર્ષમાં થઈ નથી. અમેરિકા સાથે અમે એકદમ ખુલ્લા અને રચનાત્મક છીએ, કારણ કે તેઓ પણ અમારી સાથે એવા જ છે. આ વર્ષના અંત સુધીમાં ટ્રેડ ડીલની યોજના છે, એમ તેમણે જણાવ્યું હતું.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ ફાર્મા સેક્ટરને આપશે મોટો ઝટકો? એક કાર્યક્રમમાં કરી મોટી જાહેરાત
ભારત પડકારોનો સામનો કરશે પણ કોઈની સામે ઝૂકશે નહીં
2025માં ચીન, અમેરિકાના ટેરિફ, બાંગ્લાદેશ, કેનેડા અને આતંકવાદ મુદ્દે વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે ભારત કોઈની સામે ઝૂકશે નહીં અને દરેક પડકારોનો સામનો કરશે. ચીનને લઈને જયશંકરે કહ્યું હતું કે ચીન સાથે ભારતના પહેલા કરતા સંબંધો સારા છે. ડેપસાંગ અને ડેમચોક ખાતેથી આર્મીને હટવાનું જરુરી હતું, જે બન્યું. અમુક સરહદ હજુ કામ બાકી છે, અમુક જગ્યાએ વર્ષો સુધી આર્મી વધી છે, જેનાથી તનાવ વધ્યો હતો. કોવિડ પછી ફ્લાઈટની સર્વિસીસ બંધ છે અને કૈલાશ માનસરોવરની યાત્રા પણ અટકેલી છે પણ એ બધું સરખું કરવાનું છે પણ એક વાત સ્પષ્ટ છે ચીન સાથે સંબંધો સુધર્યા છે.