અભિનેતા વિજય પર છાત્ર સંઘ ભડક્યું, કરૂરમાં લગાવ્યા ભયાનક પોસ્ટરો | મુંબઈ સમાચાર
નેશનલ

અભિનેતા વિજય પર છાત્ર સંઘ ભડક્યું, કરૂરમાં લગાવ્યા ભયાનક પોસ્ટરો

ચેન્નાઈઃ તમિલનાડુના કરૂરમાં થયેલ નાસભાગ આ વર્ષની સૌથી મોટી નાસભાગ હતી. આમાં 40 જેટલા લોકોના મોત થયાં હતાં. 27મી સપ્ટેમ્બરે ટીવીકે પાર્ટીના પ્રમુખ અને સાઉથના અભિનેતા વિજયે રેલી યોજી હતી. પોલીસનું કહેવું છે કે, આ રેલી માટે માત્ર 10 હજાર લોકોની મંજૂર હતી પરંતુ રેલીમાં 50 હજારથી વધારે લોકો આવ્યાં હતાં. આ નાસભાગ માટે અત્યારે લોકો વિજયને જવાબદાર માની રહ્યાં છે. તમિલનાડુ છાત્ર સંઘ દ્વારા અભિનેતા વિજયના વિરોધમાં પોસ્ટરો પણ લગાવ્યાં છે.

નાસભાગ માટે તમિલનાડુ છાત્ર સંઘ વિજયને જવાબદાર માને છે

તમિલનાડુ છાત્ર સંઘે અભિનેતા વિજયના હાથ લોહીથી રંગાયેલા હોચ તેવા પોસ્ટો લગાવ્યાં છે. તમિલનાડુ છાત્ર સંઘ આ નાસભાગ માટે વિજયને જ જવાબદાર ગણે છે, એટલા માટે વિજયને આટલો વિરોધ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાસભાગ બાદ વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જો કે, ચેન્નાઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો કોઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું. અત્યારે વિજયના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ એક કાવતરૂ હોવાનો વિજયની પાર્ટીનો આક્ષેપ

મહત્વની વાત એ છે કે, અભિનેતા વિજયની તમિલગા વેત્રી કઝગમ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, આ એક કાવતરૂ હતું. જેથી પાર્ટીએ આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી માંગણી કરતી હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આજે તે કેસમાં સુનાવણી થવાની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. TVK પાર્ટીના વકીલે એવું કહ્યું છે કે, આ નાસભાગ ગુનાહિત ષડયંત્ર છે. જેથી હાઈ કોર્ટમાં અપીલ કરી છે કે, આ મામલે એક એસઆઈટીની રચના કરવામાં આવે અને સીબીઆઈ દ્વારા ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે!

27મી સપ્ટેમ્બરે તમિલનાડુના કરૂર જિલ્લામાં યોજી હતી રેલી

અભિનેતા પોતાનો રાજકીય પાવર દેખાડવા માટે તારીખ 27મી સપ્ટેમ્બરે તમિલનાડુના કરૂર જિલ્લામાં રેલી યોજી હતી. આ રેલીમાં આશરે 50,000 થી પણ વધારે લોકો ઉમટી પડ્યાં હતાં. જોકે, આટલા લોકોને એક્ઠા કરવાની પોલીસે મંજૂરી નહોતી આપી. આ દરમિયાન કોઈ કારણોસર નાસભાગ થઈ હતી. વિજયની રેલીમાં થયેલી મોટી ભાગદોડમાં 10 બાળકો અને 16 મહિલાઓ સહિત આશરે 40 લોકોનું મોત થયું હતું. એટલું જ નહીં પરંતુ 95તી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં 51 લોકોની હાલત અતિ ગંભીર હોવાથી આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો…કરૂર નાસભાગ મામલે આજે મદ્રાસ હાઇ કોર્ટમાં સુનાવણી, સીબીઆઈ તપાસની માંગ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button