Tamil Nadu માં ડિંડીગુલમાં હોસ્પિટલમાં ભીષણ આગ, 6 લોકોના મોત | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

Tamil Nadu માં ડિંડીગુલમાં હોસ્પિટલમાં ભીષણ આગ, 6 લોકોના મોત

ડિંડીગુલ : તમિલનાડુના(Tamil Nadu)ડિંડીગુલમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં પીડિતો એક લિફ્ટમાં બેભાન મળી આવ્યા હતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુનું મુખ્ય કારણ ગૂંગળામણ હોવાનું કહેવાય છે. આ અકસ્માત બાદ ફાયર વિભાગની ટીમે હોસ્પિટલમાં ફસાયેલા 30
દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

આગ ઈલેક્ટ્રીકલ શોર્ટ સર્કિટના કારણે લાગી

આ ઘટના બાદ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ ઈલેક્ટ્રીકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હશે. આ ઘટનાની જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે ઈમારતમાંથી ધુમાડો અને જ્વાળાઓ
નીકળી રહી હતી.

દર્દીઓને બચાવીને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

આ ઘટના અંગે જણાવતા ડિંડીગુલના જિલ્લા કલેક્ટર એમએન પૂંગોડીએ જણાવ્યું કે, લગભગ બે કલાક પહેલા એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. અહીંના દર્દીઓને બચાવીને નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Also Read – Breaking News : દિલ્હીમાં કેટલીક સ્કૂલોને ફરી Bomb થી ઉડાવવાની…

ઝાંસીની હોસ્પિટલમાં આગમાં 11 બાળકોએ જીવ ગુમાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર માસમાં ઉત્તર પ્રદેશમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં 11 નવજાત બાળકોના જીવ ગયા હતા. હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં આગ લાગી હતી.

Back to top button