Top Newsનેશનલ

તમિલનાડુના કરૂર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ, 31 લોકોના મોતની આશંકા

કરુરઃ તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ટીવીકે ચીફ વિજયની રેલીમાં 31 લોકોના મોત અને લગભગ એક ડઝન ગંભીર રીતે ઘાયલ થવાની આશંકા છે. ઘાયલ લોકોને કરુરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 40થી વધુ લોકો બેભાન થઈ ગયા હોવાના પણ અહેવાલ છે, જેમાંથી પાંચની હાલત ગંભીર છે.

કરૂરમાં બનેલી આ સમગ્ર ઘટના ચિંતાજનકઃ સીએમ સ્ટાલિન

વિગતે વાત કરવામાં આવે તો, તમિલનાડુના કરૂર જિલ્લામાં તમિલગા વેટ્ટી કઝગમના નેતા અને અભિનેતા વિજય દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના મામલે તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિનને કહ્યું કે, કરૂરમાં બનેલી આ સમગ્ર ઘટના ચિંતાજનક છે. મુખ્ય પ્રધાન દ્વારા જિલ્લા કલેક્ટરને પણ સુરક્ષા અને ઘાયલોની સારવારની વ્યવસ્થા કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

ટીવીકેના પ્રમુખ વિજયે તેમનું ભાષણ અટકાવ્યું

મીડિયા અહેવાલ પ્રમાણે વિજય કરુરમાં ભાષણ આપી રહ્યો હતો તે દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. નાસભાગની જાણ થતાની સાથે જ ટીવીકેના પ્રમુખ વિજયે તેમનું ભાષણ અટકાવ્યું અને કાર્યકર્તાઓને પાણીની બોટલો આપી હતી. એટલું જ નહીં પરંતુ ભીડને એમ્બ્યુલન્સ માટે રસ્તો છોડવા વિનંતી કરી હતી. ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button