તમિલનાડુમાં અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા, પોલીસ ફરિયાદ દાખલ | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

તમિલનાડુમાં અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા, પોલીસ ફરિયાદ દાખલ

મદુરાઈ : તમિલનાડુમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા છે. જેમાં હાલમાં યોજાયેલી એક રાજકીય રેલીમાં મારપીટ માટે વિજય થલાપતિ અને તેની સુરક્ષા ટીમ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના 21 ઓગસ્ટના રોજ તમિલનાડુના મદુરાઈમાં તમિલગા વેત્રી કઝગમની રેલી દરમિયાન ઘટી હતી.

વિજય થલાપતિના બાઉન્સરોએ રેમ્પ પર ફેંક્યો

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જયારે મદુરાઈમાં ટીવીકેની એક રેલી યોજાઈ હતી ત્યારે મારપીટની ઘટના ઘટી હતી. જેમાં ફરિયાદી શરત કુમારે પેરમ્બલુર પોલીસ સ્ટેશનના ફરિયાદ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ રેલી દરમિયાન તે વિજય થલાપતિને મળવા માટે સ્ટેજ પર આગળ વધ્યો હતો. ત્યારે વિજય થલાપતિના બાઉન્સરોએ તેમને પકડીને જબરજ્સ્તી રેમ્પ પર ફેંક્યો હતો. તેમજ તેની બાદ માર પણ મારવામાં આવ્યો. તેમજ આ રેલીમાં લોકો સાથે પણ
અયોગ્ય વ્ય્વહાર કરવામાં આવ્યો હતો.

આ ઘટના વિડીયો વાઈરલ

આ ઉપરાંત આ અંગે 21 ઓગસ્ટનો એક વિડીયો પર વાઈરલ થયો છે. જે વિડીયોમાં નિહાળી શકાય છે કે ટીવીકેની રેલી
માં પ્રમુખ વિજય થલાપતિ રેમ્પ પર ચાલતા હતા. ત્યારે બંને તરફ લોકોની ભારે ભીડ હતી. ત્યારે આ વિડીયોમાં બાઉન્સરો એક વ્યકિતને રેમ્પથી નીચે ફેંકતા નજરે પડે છે. આ વિડીયોમાં વિજય થલાપતિ લોકોનું અભિવાદન કરતા નજરે પડે છે.

પેરામ્બલુર પોલીસે ફરિયાદ નોંધી

આ ફરિયાદના આધારે પેરામ્બલુર પોલીસે વિજય થલાપતિ અને તેના સુરક્ષા કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કલમો ગેરકાયદે રીતે એકત્ર થવા, શાંતિમાં ખલેલ પહોંચાડવી સહિત અનેક ગંભીર ગુનાને ઉશ્કેરવા સંબંધિત છે.

મિલનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી પૂર્વે અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલાપતિ રાજકારણમાં પણ પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે પોતાનો રાજકીય પક્ષ તમિલગા વેત્રી કઝગમ બનાવ્યો છે.

આપણ વાંચો: ટ્રમ્પના ટેરીફથી ભારતને ફટકો! સુરત, નોઇડા અને તિરુપુરના ટેક્સટાઈલ યુનીટે ઉત્પાદન બંધ કર્યું

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button