નેશનલ

“આધુનિક સમાજમાં આ પ્રથા કેવી રીતે માન્ય હોઈ શકે?” તલાક-એ-હસન અંગે સુપ્રીમનો સવાલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આઠ વર્ષ પહેલા તલાક-એ-બિદ્દત એટલે કે “ટ્રિપલ તલાક”ને ગેરકાયદેસર ઠેરવી હતી. હવે સુપ્રીમ કોર્ટે તલાક-એ-હસનની અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે, જે ટ્રિપલ તલાકનું જ એક સ્વરૂપ છે. આ પ્રથામાં મુસ્લિમ પુરુષ મહિનામાં એકવાર એમ સતત ત્રણ મહિના સુધી ‘તલાક’ શબ્દ બોલીને છૂટાછેડા આપી શકે છે.

અહેવાલ મુજબ તલાક-એ-હસન એ તલાક-એ-બિદ્દતથી અલગ છે, તલાક-એ-બિદ્દતમાં એક જ સમયે એક સાથે ત્રણ વાર ‘તલાક’ શબ્દ બોલીને તાત્કાલિક છૂટાછેડાનો રીવાજ હતો. જ્યારે તલાક-એ-હસનની પ્રક્રિયામાં ત્રણ મહિનાનો સમય લાગે છે.

તલાક-એ-હસનની માન્યતાને પડકારતી કેટલીક અરજીઓની સુનાવણી કરતા ન્યાયાધીશ સૂર્યકાંત, ઉજ્જલ ભુઈયા અને એનકે સિંહની બેન્ચે કહ્યું, “આધુનિક સમાજમાં આ પ્રથા કેવી રીતે માન્ય હોઈ છે?”

આપણ વાચો: કોવિડ રસીના મૃત્યુના આંકડા: સુપ્રીમ કોર્ટે અરજદારને પૂછ્યું – ‘તમે બ્રિટનના આંકડા પર વિશ્વાસ કરો છો, આપણી સરકારના નહીં?’

કોર્ટે મહિલાને કેસમાં હસ્તક્ષેપ કર્યો.

ભૂતપૂર્વ પતિએ છૂટાછેડા માટે સહી ન કરી કરતા બાળકને શાળામાં પ્રવેશ મેળવવા માટે સંઘર્ષ કરી રહેલી મુસ્લિમ મહિલાનાં કેસમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો. કેસની જાણકારી મુજબ બેનઝીર હીના નામની મહિલાને તેના પતિ ગુલામ અખ્તરે તેના વકીલ દ્વારા છૂટાછેડા આપ્યા હતા અને પછી તેણે ફરીથી લગ્ન કર્યા હતાં.

મહિલાના વકીલે બેંચને વકીલે કહ્યું,”11 પાનાની તલાક નોટિસમાં પતિની સાઈન ગાયબ છે. પતિના વકીલ દ્વારા ‘તલાક’ શબ્દ ઉચ્ચારીને છુટાછેડા આપવામાં આવ્યા હતાં.”

આપણ વાચો: “હવે માસ્ક પણ પૂરતા નથી…” સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વાયુ પ્રદુષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

કોર્ટે ફટકાર લગાવી:

પતિના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ઇસ્લામમાં આ એક સામાન્ય પ્રથા છે. જસ્ટિસ કાંતે કહ્યું, “આવી પ્રથા કેવી રીતે હોઈ શકે છે? આ નવા વિચારો કેવી રીતે શોધીને લાવી રહ્યા છે?”

કોર્ટે કહ્યું, “પતિને મહિલા સાથે સીધી રીતે વાત કરતા કોણે રોક્યો હતો? તેનો અહંકાર એટલો બધો છે કે છૂટાછેડા માટે પણ તે પત્ની સાથે વાત ન કરી શકે. આધુનિક સમાજમાં તમે આ પ્રથાને કેવી રીતે પ્રોત્સાહન આપી શકો છો? આ સ્ત્રીના ગૌરવનો સવાલ છે.”

કોર્ટે દેશભરમાં મહિલાઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી, તેમણે કહ્યું કે મહિલા પત્રકારો અને ડોકટરો પણ આવી કુપ્રથામાંથી પસાર થયા છે.

કોર્ટે ઇસ્લામમાં તલાકના અન્ય પ્રકારો વિશે પણ માહિતી માંગી હતી અને આગામી સુનાવણી દરમિયાન પતિને સમન્સ પાઠવ્યું હતું.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button