નેશનલમહારાષ્ટ્ર

‘શિવસેનાના વિધાન સભ્યોને 10 જાન્યુઆરી સુધીમાં અયોગ્ય ઠેરવવા પર નિર્ણય લો’, સુપ્રીમ કોર્ટે સ્પીકરને નિર્દેશ આપ્યો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજકારણ માટે ફરી એકવાર મોટા સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના શિવસેનાના વિધાન સભ્યોની ગેરલાયકાતની અરજી પર નિર્ણય લેવા માટે થોડો વધુ સમય આપ્યો છે. અગાઉ 31મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો જે હવે વધારીને 10મી જાન્યુઆરી કરવામાં આવ્યો છે.

17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે નાર્વેકરને શિવસેનાના હરીફ જૂથો દ્વારા પક્ષમાં વિભાજન બાદ એકબીજાના વિધાન સભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગ કરતી અરજીઓ પર નિર્ણય લેવા માટે સમય મર્યાદા આપી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે અયોગ્યતાની અરજીઓ પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય આવવો જોઈએ. જે બાદ સુનાવણી 30 ઓક્ટોબર સુધી ટાળી દેવામાં આવી હતી. આ પછી 30 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને વિધાન સભ્યોને અયોગ્ય ઠેરવવા પર નિર્ણય લેવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

17 ઓક્ટોબરે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું હતું કે અમે સ્પીકરના જવાબથી સંતુષ્ટ નથી. નોંધનીય છે આ પહેલા સુપ્રીમ કોર્ટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના સમર્થિત વિધાન સભ્યોને અયોગ્ય ઠેરવવા માટે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર નિર્ણય લેવામાં વિલંબ કરવા બદલ વિધાનસભા અધ્યક્ષને સખત ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે સ્પીકરે સર્વોચ્ચ અદાલતના આદેશોને નકારવા જોઈએ નહીં.

નિર્ણય લેવામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષે સુપ્રીમ કોર્ટની ગરિમાનું સન્માન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત 56 ધારાસભ્યો સામેની ગેરલાયકાતની અરજીઓને ઝડપથી સૂચિબદ્ધ કરવા જણાવ્યું હતું. કોર્ટે ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવા માટે સમયપત્રક નક્કી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

કોર્ટ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) પાર્ટીના સાંસદ સુનીલ પ્રભુની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો સામેની પેન્ડિંગ ગેરલાયકાતની અરજીઓ પર વહેલામાં વહેલી તકે નિર્ણય લેવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત