ટોપ ન્યૂઝનેશનલ

પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે થયું નિધન

જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે, એમ તેમના પરિવારે સોમવારે જણાવ્યું હતું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, હુસૈનનું મૃત્યુ આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી ઉદ્ભવેલી જટિલતાઓને કારણે થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. બાદમાં તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા.

હુસૈનને તેમની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાં આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં જ તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ્સનો સમાવેશ થાય છે. છ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં, હુસૈને ઘણા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ અંગ્રેજી ગિટારવાદક જ્હોન મેકલોફલિન, વાયોલિનવાદક એલ શંકર અને પર્ક્યુશનિસ્ટ ટી એચ ‘વિક્કુ’ વિનાયક્રમ સાથેના તેમના 1973ના મ્યુઝિકલ પ્રોજેક્ટમાં તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીતના ઘટકોને તેઓ સાથે લાવ્યા હતા.

ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક તબલાવાદક હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાન તબલાવાદક અલ્લારખાના મોટા પુત્ર ઝાકિર હુસૈન તેમના પિતાના પગલે ચાલ્યા અને ભારત અને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ બનાવ્યું હતું. હુસૈનને તેની કારકિર્દીમાં પાંચ ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાંથી ત્રણ આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે દેશે તેની સૌથી પ્રિય સાંસ્કૃતિક ધરોહરમાંથી એક ગુમાવી છે. તેમના શોક સંદેશમાં, રાજ્યપાલે સંગીતકારને એક સમર્પિત શિષ્ય અને મહાન ઉસ્તાદ અલ્લારખાના પુત્ર તરીકે વર્ણવ્યા હતા, જેમણે તબલાને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી હતી.

તેમના અસાધારણ પ્રદર્શને તેમને શાસ્ત્રીય સંગીતમાં અને પ્રેક્ષકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. ગવર્નરે જણાવ્યું હતું કે, તેમણે તેમના રમતિયાળ અને મોહક પ્રદર્શનથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ઘર-ઘરનું નામ બની ગયા હતા.

Also Read – જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા…

હુસૈનના નિધન પર શોક વ્યક્ત કરતા એનસીપીના વડા શરદ પવારે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, “પ્રખ્યાત તબલા વાદક પદ્મભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના સમાચાર હૃદયદ્રાવક છે.” ઝાકિર હુસૈન ભારતના સૌથી પ્રખ્યાત તબલાવાદક હતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પવારે કહ્યું હતું કે, તેમણે ભારતીય સંગીતના સાધન તબલાને વિશ્વ મંચ પર સ્થાપિત કર્યું… કલા જગતના એક મહાન વ્યક્તિનું આજે નિધન થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button