શું છે ચીનમાં ફેલાઈ રહેલાં નવા વાઈરસ HMPVના લક્ષણો? જાણી લેશો તો ફાયદામાં રહેશો…
કોરોના મહામારી બાદ હવે ચીનમાં એક નવા વાઈરસનો આંતક જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વાઈરસ નાના બાળકોને ઝડપથી સકંજામાં લઈ રહ્યો છે. જી હા, અમે અહીં વાત કરી રહ્યા છીએ હ્યુમન મેટાન્યૂમોવાઈરસ (Human Metapneumovirus-HMPV) નામના વાઈરસની. આ એક આરએનએ વાઈરસ છે.
આ પણ વાંચો: HMPV મામલે સ્કૂલો સાવધઃ માતા-પિતાને આપી આવી સલાહ
ભારતમાં પણ પણ આ વાઈરસના છૂટા છવાયા કેસ જોવા મળી રહ્યા છે ત્યારે આખરે આ વાઈરસના લક્ષણો શું છે એ જાણી લેવા ખૂબ જ જરૂરી છે. ચાલો આજે અમે અહીં તમને જણાવીએ આ વાઈરસના ચપેટમાં આવનાર વ્યક્તિમાં જોવા મળનારા લક્ષણો વિશે-
⦁ HMPVથી સંક્રમિત વ્યક્તિને ઉધરસ થાય છે, એટલે ઉધરસ થાય તો તરત જ તેની સારવાર કરાવવી જોઈએ
⦁ તાવ આવવો. જી હા, તાવ પણ આ HMPVના ચપેટમાં આવ્યા હોવાનું મોટું લક્ષણ છે
⦁ આ ઉપરાંત જો તમારું નાક બંધ થાય કે અચાનક વહેવા લાગે એ પણ તમે આ વાઈરસની ચપેટમાં આવ્યા છો એ દર્શાવે છે
⦁ ગળામાં ખરાશ આવવી એ પણ એક મુખ્ય લક્ષણ છે તો જો ગળામાં ખરાશ અનુભવાય તો તરત જ HMPVનું ટેસ્ટ કરાવવું જોઈએ
⦁ થોડી પણ બેચેની કે અનઈઝિનેસ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ
⦁ આ સિવાય જો તમને શ્વાસ ચઢે (ડિસ્પેનિયા) પણ આ વાઈરસની ચપેટામાં આવી ગયા છો એ દર્શાવે છે
⦁ HMPVના બીજા લક્ષણોની વાત કરીએ તો થાક લાગવો કે નબળાઈ આવવી એ પણ મુખ્ય લક્ષણ છે
⦁ લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે ભૂખ ના લાગવી એ પણ HMPVના અનેક લક્ષણોમાંથી એક છે
નોંધઃ અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. ચોક્કસ નિદાન અને સારવાર માટે તબીબી સલાહ લેવી આવશ્યક.