ડિલિવરી એજન્ટે ઘરની બહાર રાખેલા શુઝ ચોરી લીધા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

દિલ્હી: સોશિયલ મીડિયા પર નાની મોટી ઘટનાના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે, જેના પર યુઝર્સ વિવધ પ્રકારની પ્રતિક્રિયા આપતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા એક CCTV ફૂટેજ વાયરલ થઈ રહી છે, જેમાં એક સ્વિગી ડિલિવરી એજન્ટ એક ફ્લેટની બહાર રાખવામાં આવેલા શુઝ ચોરી કરતો દેખાઈ રહ્યો છે. અહેવાલ મુજબ વિડીયો નોઈડા સેક્ટર 73માં એક ઘરની બહારનો.
વીડિયોમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગની સીડીઓ પરથી નીચે ઉતર્યા પછી, ઓરેન્જ કલરની સ્વિગી ટી-શર્ટ પહેરેલો ડિલેવરી એજન્ટ ફ્લેટની બહાર રાખવામાં આવેલા શૂ રેકની સામે ઉભો રહે છે અને લાઈટ બ્લુ કલરના સ્પોર્ટ શુઝ તેની બેગમાં મૂકી ચાલ્યો જાય છે.
જ્યારે ફ્લેટના રહેવાસીઓને ખબર પડી કે શુઝ ગાયબ છે, ત્યારે તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. જેમાં સ્વિગી ડિલિવરી એજન્ટ ચોરી કરતો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ નોઈડા પોલીસે પરિવારનો સંપર્ક કર્યો અને તપાસ શરૂ કરી. પોલીસે કહ્યું છે કે ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
આ વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે, ઘણા યુઝર્સ રોષ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોએ આવી કરતુત કરતા ડિલિવરી એજન્ટ સામે કડક પગલાં લેવાની અપીલ કરી છે. તો કેટલાક લોકોએ લખ્યું કે જરૂર તેની કોઈ મજબૂરી રહી હશે.
સ્વિગીએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. અહેવાલ મુજબ કંપની આ મામલે તપાસ કરીને ડિલિવરી એજન્ટ સામે યોગ્ય કાર્યવાહી કરશે.