Swati Maliwal Assault case: દિલ્હી પોલીસે વિભવ કુમારની દિલ્હીના સીએમ આવાસમાંથી અટકાયત કરી | મુંબઈ સમાચાર

Swati Maliwal Assault case: દિલ્હી પોલીસે વિભવ કુમારની દિલ્હીના સીએમ આવાસમાંથી અટકાયત કરી

New Delhi: રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે કથિત રીતે થયેલી મારપીટ કેસ(Assault case)માં દિલ્હી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી(PA) વિભવ કુમાર(Bibhav Kumar)ની અટકાયત કરી છે. દિલ્હી પોલીસની એક ટીમ આજે મુખ્ય પ્રધાન આવાસ પર પહોંચી હતી અને ત્યાંથી બિભવ કુમારની અટકાયત કરવામાં આવી હતી.

સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યા બાદથી વિભવ કુમાર ગાયબ હતો, હવે સીએમ હાઉસમાંથી જ દિલ્હી પોલીસ વિભવની ધરપકડ કરી છે, દિલ્હી પોલીસ વિભવ કુમારની પૂછપરછ કરશે.

બીજી તરફ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ અને બિભવ કુમાર વચ્ચે કથિત મારપીટના મામલામાં આજે વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મુખ્ય પ્રધાન આવાસ પર હાજર સુરક્ષા અધિકારી સ્વાતિ માલીવાલનો હાથ પકડીને બહાર લઈ જતા જોવા મળે છે. આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે.

આ સીસીટીવી વીડિયો શેર કરી આમ આદમી પાર્ટીનું કહેવું છે કે સ્વાતિ માલીવાલ જે પણ બોલી રહી છે તે જુઠ્ઠું છે. 32 સેકન્ડના વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક મહિલા સુરક્ષા અધિકારી સ્વાતિ માલીવાલનો હાથ પકડીને અંદરથી બહાર લઈ જાય છે. સીસીટીવી ફૂટેજમાં 13 મેની તારીખ અને સવારે 9:41નો સમય બતાવવામાં આવી રહ્યો છે.

આ પહેલા મોબાઈલ પર બનાવેલ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઓડિયો પણ હતો. જેમાં સ્વાતિ વિભવ કુમારને ગાળો આપી રહી હતી.

સંબંધિત લેખો

Back to top button