સ્વરા ભાસ્કરે CJI ચંદ્રચુડના નિવેદનને વખોડી કાઢ્યું, અયોધ્યા ચુકાદાને ભયાનક ગણાવ્યો…

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડે (CJI DY Chandrachud) તાજેતરમાં અયોધ્યા રામજન્મભૂમી-બાબરી મસ્જીદ મામલાના ચુકાદા અંગે એક નિવેદન આપ્યું હતું, આ ઘણા લોકો CJIના નિવેદનની ટીકા કરી રહ્યા છે. એવામાં બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ CJIના નિવેદનને વખોડી કાઢ્યું છે. સાથે સાથે તેણે CJI ડીવાય ચંદ્રચુડ પર સવાલ ઉઠાવ્યા છે.
આ પણ વાંચો : ખુલ્લેઆમ અભિપ્રાય આપવાનું સ્વરા ભાસ્કરને થયું નુક્સાન, પતિએ કહી દીધું કે…..
તાજેતરમાં જ ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તેમણે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઉકેલ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. સ્વરાએ અયોધ્યા જમીન વિવાદ અંગેના નિર્ણયને ભયંકર ગણાવ્યો છે. સ્વરાએ કહ્યું કે દેશના ટોચના ન્યાયાધીશ આ ભયંકર ચુકાદા માટે ભગવાનને દોષી ઠેરવી રહ્યા છે.
સ્વરા ભાસ્કરે લખ્યું, ‘દેશના ટોચના ન્યાયાધીશ માટે તેમના ભયંકર નિર્ણય માટે ભગવાનને જવાબદાર ઠેરવવાનું પગલું કેટલું સહજ હતું.’
આ પહેલા શિવસેના (UBT)એ પણ CJIના નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. પાર્ટીએ તેના મુખપત્ર સામનામાં પ્રકાશિત તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે, ‘…શું ન્યાય કાયદા દ્વારા બંધારણની જોગવાઈઓ અનુસાર દ્વારા કરવામાં આવે છે? હવે ન્યાયાધીશોએ તેમના સંબંધિત ભગવાનને આ વિશે પૂછવું પડશે. ચંદ્રચુડ સાહેબે આ માર્ગ બતાવ્યો છે.’
ગયા અઠવાડિયે CJI ચંદ્રચુડ પુણેના ખેડ તાલુકાના તેમના વતન ગામ કંહેરસરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે કહ્યું, ‘અમારી પાસે ઘણા એવા કેસ આવે છે, જેમાં અમે ઉકેલ સુધી પહોંચી શકતા નથી. આવું જ કંઈક અયોધ્યા કેસ દરમિયાન થયું હતું, જે ત્રણ મહિનાથી મારી સામે હતો. હું ભગવાનની સામે બેઠો અને કહ્યું કે તેમણે કોઈ ઉકેલ શોધવો પડશે.’
આ પણ વાંચો : ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં આ બોલીવુડ અભિનેત્રીએ પેલેસ્ટાઇનને આપ્યું સમર્થન
તેણે કહ્યું, ‘મારા પર વિશ્વાસ કરો, જો તમને વિશ્વાસ હશે, તો ભગવાન હંમેશા માર્ગ શોધી કાઢશે.’