Suvendu Adhikari નો મોટો દાવો, પશ્ચિમ બંગાળમાં આગામી બજેટ ભાજપ સરકાર રજૂ કરશે…
![suvendu adhikari claims bjp government will present next budget in west bengal](/wp-content/uploads/2025/02/suvendu-adhikari-bjp-claim.webp)
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી છે. જેના પગલે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવા સમયે આજે પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા અને વિધાનસભામાં વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ(Suvendu Adhikari)બંગાળનું આગામી બજેટ ભાજપ સરકાર રજૂ કરશે તેવો દાવો કર્યો છે. તેમણે મમતા સરકારે રજૂ કરેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે , પહેલા જય જગન્નાથ બોલો, 20 વર્ષ પછી ઓડીશામાં અને 27 વર્ષ પછી અમે દિલ્હીમાં જીત મેળવી છે. તેમજ પશ્ચિમ બંગાળમાં આગામી બજેટ ભાજપ સરકાર રજૂ કરશે.
Also read : મોંઘવારી મુદ્દે રાહતઃ ફુગાવાના દરમાં થયો ઘટાડો, સરકારી રિપોર્ટ જાણો
કર્મચારીઓના ડીએમાં વધારા કરતા ઘણો ઓછો
તેમણે રાજ્યની મમતા સરકારને નિષ્ફળ સરકાર ગણાવી અને કહ્યું કે બુધવારે રજૂ કરાયેલું બજેટ પોકળ વચનોનું પોટલું છે. અધિકારીએ આરોપ લગાવ્યો કે બજેટમાં મહિલાઓ, બેરોજગાર યુવાનો અને પહાડી સમુદાયોને અવગણવામાં આવ્યા છે. બજેટ રાજ્ય સરકારી કર્મચારીઓ પર ક્રૂર મજાક છે કારણ કે તેમના ડીએમાં ફક્ત 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અન્ય રાજ્ય સરકારી કર્મચારીઓના ડીએમાં વધારા કરતા ઘણો ઓછો હતો.
Also read : Congress એ વિધાનસભા- લોકસભા ચૂંટણી માટે શરૂ કરી તૈયારી, સંગઠનમાં મોટા પાયે ફેરફારની શક્યતા
મહિલાઓને રક્ષા આપવામાં નિષ્ફળ નીવડી
સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે આ બજેટમાં રાજ્યભરમાં મહિલાઓના સશક્તિકરણ માટે ચાલી રહેલી લક્ષ્મી ભંડાર યોજના હેઠળ ફાળવણીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે ઘણા અન્ય રાજ્યોએ મહિલા સશક્તિકરણ માટે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. મમતા સરકાર ગરીબ પરિવારોની મહિલાઓના આર્થિક ઉત્થાનને ટેકો આપવામાં નિષ્ફળ ગઈ છે. આ સરકાર મહિલાઓને આજીવિકાથી લઈને સલામતી અને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડી છે.