આઈટી છોડીને પાણીપુરીનો ધંધો કરનારા પર પત્નિની હત્યાનો આક્ષેપ, દોઢ વર્ષનો છે દીકરો | મુંબઈ સમાચાર
નેશનલ

આઈટી છોડીને પાણીપુરીનો ધંધો કરનારા પર પત્નિની હત્યાનો આક્ષેપ, દોઢ વર્ષનો છે દીકરો

એક બાજું નીક્કીની હત્યાના કેસ સમગ્ર દેશમાં ચકચકા મચાવી દીધું. હત્યા દહેજ અને ઘરેલુ હિંસાની વધતી ઘટના પર ચિંતા અને ચર્ચાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. ત્યારે ફરી એક દક્ષિણ બેંગલુરુમાં આઈ છોડી પાણીપુરીનો ધંધો કરનાર પ્રવીણની પત્ની 27 વર્ષીય શિલ્પાનું સંદિગ્ધ મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસે દહેજ હેરાનગતિ અને ઘરેલુ હિંસાના આરોપોની દિશા તપાસ શરૂ કરી છે. મૃતક શિલ્પા પંચંગમઠના પરિવારે આ ઘટનાને હત્યા ગણાવી, તેમના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અને દહેજની પ્રથા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. પોલીસે આ મામલે દહેજ હેરાનગતિ અને અસ્વાભાવિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શિલ્પા પંચંગમઠ, જે હુબ્બલ્લીની રહેવાસી હતી, તેના પતિ પ્રવીણ સાથે લગભગ ત્રણ વર્ષથી લગ્નગ્રંથિથી જોડાયેલી હતી. દંપતીને દોઢ વર્ષનો પુત્ર હતો, અને આ સાથે શિલ્પા ગર્ભવતી હોવાનું પરિવારે જણાવ્યું. શિલ્પાના કાકા ચન્નાબસૈયાએ આરોપ લગાવ્યો કે શિલ્પાનું મૃત્યુ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા છે. તેમણે કહ્યું કે પ્રવીણે ઘર છોડીને બહાર જવાનું કહ્યું હતું, અને શિલ્પાના મૃત્યુના સમાચાર મળ્યા. તેમનો દાવો છે કે શિલ્પા પંખા સુધી પહોંચી શકે તેમ ન હતી, અને નજીકમાં કોઈ સ્ટૂલ પણ ન હતું, જે હત્યાની શંકા ઉભી કરે છે.

શિલ્પાના લગ્ન 5 ડિસેમ્બર, 2022ના રોજ થયા હતા, જેમાં તેમના પરિવારે 35 લાખ રૂપિયા અને 150 ગ્રામ સોનાના ઘરેણાં આપ્યા હતા. શિલ્પાની માતા શારદાના જણાવ્યા પ્રમાણે, પ્રવીણ અને તેની માતા શાંતવ્વાએ વધુ દહેજની માગણી કરી અને શિલ્પાને હેરાન કરતા હતા. છ મહિના પહેલા પ્રવીણે તેના ખાણીપીણીના ધંધા માટે 5 લાખ રૂપિયાની માગણી કરી, અને માગણી પૂરી ન થતા શિલ્પાને માર મારીને માતાના ઘરે મોકલી દીધી હતી. શારદાએ પૈસા એકઠા કરી શિલ્પાને પાછી મોકલી, પરંતુ હેરાનગતિ ચાલુ રહી હતી.

શિલ્પાને દહેજ ઉપરાંત તેના રંગને લઈને અપમાનજનક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો. પ્રવીણની માતાએ કથિત રીતે કહ્યું, “તું શ્યામવર્ણી છે, અમારા દીકરા માટે યોગ્ય નથી. અમે તેના માટે બીજી સારી વહુ લાવીશું.” આવી ટિપ્પણીઓએ શિલ્પાને માનસિક રીતે ત્રાસ આપ્યો, એવો પરિવારનો દાવો છે. પરિવારે જણાવ્યું કે પ્રવીણે ઓરેકલની નોકરી છોડીને પાણીપુરીનો ધંધો શરૂ કર્યો, જેની માહિતી તેમણે લગ્ન પહેલા છુપાવી હતી.

પોલીસે શિલ્પાના મૃત્યુને અસ્વાભાવિક ગણી, દહેજ હેરાનગતિનો કેસ નોંધ્યો છે. પ્રવીણની પૂછપરછ ચાલી રહી છે, અને આરોપોની સત્યતા તપાસવામાં આવી રહી છે. એક ACP-સ્તરના અધિકારી આ તપાસની દેખરેખ રાખી રહ્યા છે. શિલ્પાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપવામાં આવ્યું છે. આ ઘટનાએ સમાજમાં દહેજ અને ઘરેલું હિંસા સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આપણ વાંચો:  ભાજપ શાસિત રાજ્યમાં મહિલાઓને મળશે મહિને 2100 રૂપિયા, શું છે યોજનાનું નામ અને ક્યારથી અમલ ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button