નેશનલ

દક્ષિણ દિલ્હીમાં ફરી ‘સંદિગ્ધ’ કારે સર્જી અફરાતફરી: જાણો રાત ભર ઉભેલી કારની તાપસમાં શુ મળ્યું?

નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના ભોગલ વિસ્તારમાં મંગળવારે સાંજે 6 વાગ્યે એક સંદિગ્ધ ટાટા અલ્ટ્રોઝ કારને લઈને આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક જાગૃત નાગરિકે પોલીસના ઈમર્જન્સી નંબર 112 પર કૉલ કરીને જાણ કરી કે કાર ચર્ચ રોડ પાસે છેલ્લી રાતથી ઊભી છે અને તેમાં જૂતના ચાર કોથળા દેખાઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કૉલરે જણાવ્યું કે કારની આસપાસ કોઈ વ્યક્તિ લાંબા સમયથી દેખાતું નથી, જેના કારણે આતંકી સાજિશની આશંકા વધી ગઈ. ખાસ કરીને એક દિવસ પહેલા લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટમાં 9 લોકોના મોત થયાં હતાં, તેથી લોકોમાં વધુ ગભરાહટ ફેલાઈ હતી. સૂચના મળતા જ એસીપી લાજપત નગર મિહિર સકરિયા, એસએચઓ હજરત નિજામુદ્દીન ઇન્સ્પેક્ટર પંકજ કુમાર અને જંગપુરા પોલીસ સ્ટેશનના એસઆઈ અનિલ કુમાર પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને વિસ્તારને સુરક્ષિત રીતે ઘેરી લીધો.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટમાં ‘હાઈ ગ્રેડ મિલિટરી વિસ્ફોટકો’ના ઉપયોગની શંકા, શું વિદેશથી જોડાયેલા છે આ બ્લાસ્ટના તાર?

કારની નંબર પ્લેટથી માલિકની ઓળખાણ થઈ, જે એક વકીલ છે અને તેમનું ઘર પાસે જ છે. પૂછપરછમાં ખબર પડી કે તેમના સસરા 10 નવેમ્બરે કાશ્મીરથી આવ્યા હતા અને કારના પાછળના ભાગમાં ચાર જૂતના કોથળામાં કાર્પેટ ભરેલી હતી, જે વેપાર માટે લાવવામાં આવી હતી. સંપૂર્ણ સુરક્ષા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવ્યું અને કારની ઊંડી તપાસ કરવામાં આવી, જેમાં કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નહીં.

દિલ્હી પોલીસે કૉલ કરનાર જાગૃત નાગરિકની પ્રશંસા કરી. એસીપી મિહિર સકરિયાએ કહ્યું, “આપણે તમારી આંખ, કાન અને નાક બનીએ. કોઈ સંદિગ્ધ વ્યક્તિ, વાહન કે વસ્તુ દેખાય તો તરત 112 અથવા નજીકના થાણે જાણ કરો. સતર્ક રહીને દિલ્હીને સુરક્ષિત બનાવવામાં મદદ કરો.” નોંધનીય છે કે લાલ કિલ્લાના વિસ્ફોટના તાર ફરીદાબાદમાં પકડાયેલા ‘ડૉક્ટર્સ ટેરર નેટવર્ક’ સાથે જોડાયેલા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button