Surya Gochar: આજથી પાંચ રાશિના જાતકો માટે શરૂ થઈ રહ્યો છે Goody Goody Time…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આવું જ એક ગોચર આજે થવા જઈ રહ્યું છે. આજે એટલે કે 16મી જુલાઈના રોજ ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરી રહ્યા છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને આજે સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે. સૂર્યના આ ગોચરને કર્ક સંક્રાંતિ તરીકે ઓળખામાં આવે છે. સૂર્યના ગોચરને કારણે અમુક રાશિ માટે ગોલ્ડર પિરીયડ શરૂશઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. સૂર્યની બદલાઈ રહેલી ચાલથી અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યું સૂર્યનું આ ગોચર….
મેષ રાશિના જાતકો માટે કર્ક રાશિમાં થઈ રહેલું સૂર્યનું આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકો માટે કરિયરની દ્રષ્ટિએ લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે. આ રાશિના જાતકોની પ્રગતિ થવા જઈ રહી છે. જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જીવનસાથી સાથે તાલમેલ જળવાઈ રહેશે.
વૃષભ રાશિના જાતકોના ત્રીજા ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યા છે. આ રાશિના જાતકો માટે આ ગોચર લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ સમયગાળામાં ખૂબ જ કરિયરમાં પણ ખૂબ જ પ્રગતિ થઈ રહી છે. ધનલાભ થઈ રહ્યો છે. સંબંધોમાં મજબૂત જોવા મળશે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો.
જ્યોતિષીઓના મતે સૂર્ય આ રાશિના બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કરિયરની બાબતમાં આ રાશિના જાતકો માટે આ સમય એકદમ અનુકૂળ સાબિત થશે. નોકરી કરી રહેલાં લોકોને પણ પ્રમોશન મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય એકદમ અનુકૂળ છે.
સિંર રાશિના જાતકોના બારમા ભાવમાં સૂર્ય ગોચર કરવા જઈ રહ્યા છે. આ સમય વ્યક્તિગત કામ માટે અનુકૂળ રહેવાનો છે.આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ મજબૂત બની રહી છે. વિદેશમાં કામ કરવા માંગતા લોકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ સાબિત થવાનો છે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર વરદાન સમાન છે. નોકરીમાં નવી નવી તક મળી રહી છે. પરંતુ કામ કરતી વખતે સાવધાની રાખવી પડશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ સમયે ધનલાભ થઈ રહ્યો છે. નોકરી શોધી રહેલાં લોકોની શોધ પૂરી થઈ રહી છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.