નેશનલ

POKમાં ફરી થશે સર્જિકલ સ્ટ્રાઈક?: ઘૂસણખોરી મુદ્દે સરકારે આપી મોટી ચેતવણી

જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર થઇ રહેલી ઘૂસણખોરીને લઇને કેન્દ્ર સરકાર કડક પગલા લઇ શકે છે. સરકારની નજીકના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ, જો પાકિસ્તાને ઘૂસણખોરીની પ્રવૃત્તિઓ બંધ ન કરી તો સરકાર આ મામલે આગળ કાર્યવાહી કરી શકે છે.

ભારતીય સરહદમાં થઇ રહેલી ઘૂસણખોરી પાકિસ્તાની સેનાના સમર્થન સિવાય ન થઇ શકે કારણકે આ તમામ ક્ષેત્રો તેમના દ્વારા સંચાલિત અને નિયંત્રિત થાય છે. તેમણે જણાવ્યું હતું કે હુમલાની યોજના ઘડવામાં નિષ્ણાત એવા આ વિશિષ્ટ તાલીમ પામેલા આતંકવાદીઓને જંગલની અંદર પાકિસ્તાની સેનાના સપોર્ટ ફાયર સાથે મોકલવામાં આવે છે.

“આપણી સરહદોને બચાવવા માટે આપણી પાસે યુદ્ધવિરામ સમાપ્ત કરવાનો વિકલ્પ છે.” તેવું જણાવતા સૂત્રોએ ઉમેર્યું, “પાકિસ્તાનનું અર્થતંત્ર હાલ કથળેલી સ્થિતિમાં છે અને તેમના આંતરિક મંત્રાલયને નિયંત્રણ રેખાની જાળવણી માટે રક્ષા મંત્રાલયને ભારે વેરો ચૂકવવો પડે છે.”

સૂત્રોએ જણાવ્યું હતું કે આ સિવાય બીજો વિકલ્પ એ છે કે તેમના લોન્ચિંગ કેમ્પ પર હુમલો કરવામાં આવે જ્યાં આ ઘુસણખોરો બેઠા છે અને તેમના ક્ષેત્રમાં આપણે ઘુસીને કાર્યવાહી કરીએ. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK) અને ગિલ્ગીટ-બાલ્ટિસ્તાનમાં રહેતા લોકો રડી રહ્યા છે અને ભારતમાં ભળવાની માગ કરી રહ્યા છે અને એવામાં તેમના અવાજનું સમર્થન ન થઇ શકે જેવું આપણે 1971માં કર્યું હતું.

સૂત્રોનું માનીએ તો પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર પૂર્ણ વિચારધારાવાળી સરકાર છે અને તેઓ કોઈપણ કડક પગલું ભરવાની સ્થિતિ માટે સક્ષમ છે. તેમણે કહ્યું કે કોઈ વિકલ્પને નકારી શકાય નહીં અને એકવાર રાજકીય નેતૃત્વની ખાતરી થઈ જાય, એ પછી અમે કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker