નેશનલ

Happy Birthday: Reel lifeમાં નેતાથી શરૂ કરી real lifeના નેતા સુધીની સફર

આજે ભારત સરકારના બે પ્રધાનોના જન્મદિવસ છે. એક તો ધર્મેન્દ્ર પ્રધાન, જેમનું પ્રધાનપદ નીટ પરીક્ષામાં થયેલા અવ્યવસ્થાને લીધે જોખમમાં છે જ્યારે બીજા સુરેશ ગોપી.

મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને રાજનેતા સુરેશ ગોપી આજે તેમનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

તેમનો જન્મ 26 જૂન, 1958ના રોજ કેરળના અલપ્પુઝામાં થયો હતો. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેમણે કેરળની ત્રિશૂર લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો.

તેમને કેન્દ્ર સરકારમાં પર્યટન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. કેરળમાં ભાજપનું ખાતું તેમણે ખોલ્યું છે, આથી અહીં તેમનું કદ વધશે તે નક્કી છે.

કોલ્લમમાં પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, સુરેશ ગોપીએ પ્રાણીશાસ્ત્રમાં બી.એસસી.

આ પછી તેણે અંગ્રેજી સાહિત્યમાં એમએ કર્યું. પત્ની રાધિકા નાયર સાથે તેમના લગ્ન થયા અને તેઓ પાંચ બાળકોના માતા-પિતા છે.

સુરેશ ગોપીની મુખ્ય ફિલ્મોમાં મણિચિત્રથજુ, ધ્રુવમ, ઈન્નાલે, ઈરુપથમ, નૂત્તંદુ, થેંકસીપટ્ટનમ, કેરળ કેફે, ગરુદન, પાથરમ, અ નોર્ધન સ્ટોરી ઑફ વીરનો સમાવેશ થાય છે. સુરેશે રાષ્ટ્રમ, યુવાતુર્કી, ‘ત્યપ્રતિંજ, પાથકા અને જનધિપથ્યમ ફિલ્મોમાં એક નેતાની ભૂમિકા ભજવી હતી.

સુરેશ ગોપીએ વર્ષ 1965માં બાળ કલાકાર તરીકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

સુરેશ ગોપીની રાજકીય સફરની વાત કરીએ તો તેમણે વર્ષ 2016માં ભાજપનું સભ્યપદ લીધું હતું. ત્રણ વર્ષ પછી, તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં થ્રિસુર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચ વર્ષ બાદ ભાજપે ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને 2024ની લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી. આ વખતે તેણે જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો.

વાસ્તવમાં, તેમની જીત ખાસ છે કારણ કે તેઓ કેરળમાં ભાજપની ટિકિટ પર જીતનારા પ્રથમ સાંસદ છે.

જોકે પ્રધાનપદ મળ્યા બાદ હવે તેમની સામે ફિલ્મી કરિયર અને રાજનીતિ વચ્ચે સમતુલા જાળવવાનો પડકાર છે.

તેમને જન્મદિવસની શુભકામના.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો