નેશનલ

સુરત જળબંબાકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ અને સુરત શહેરમાં સોમવારે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ નદી બન્યા હતા અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યાં હતાં. અમદાવાદ અને સુરતમાં ધોધમાર વરસાદ થતા રસ્તા ઉપર પાણી ફરી વળતાં લોકો ભારે ટ્રાફિકજામમાં ફસાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં વરસાદે ધમાકેદાર બેટિગ કરી હતી. માત્ર ઉધના ઝોનમાં જ આઠ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. શહેરમાં કામકાજ માટે જતા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. મૂશળધાર વરસાદને કારણે અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાયાં હોવાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. અમદાવાદ શહેરના એસજી હાઈવે, ગોતા, થલતેજ, આંબાવાડી, સીજી રોડ, આંબાવાડી, મેમનગર, ઉસ્માનપુરા, વાસણા, નવરંગપુરા, વાડજ, મણીનગર, ઘોડાસર, સરખેજ, જજીબંગલો સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button