ફરીદાબાદમાં સૂરજકુંડ મેળામાં રાઈડ તૂટી પડતા અનેક ઘાયલ, અફરાતફરીનો માહોલ સર્જાયો

ફરીદાબાદઃ હરિયાણાના ફરીદાબાદમાં ચાલી રહેલા વિશ્વપ્રખ્યાત સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મેળાના બીજા દિવસે બે ભયાનક દુર્ઘટનાઓ બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પહેલા મેળા પ્રવેશદ્વાર નંબર 2 નો પડદો પડી ગયો હોવાથી એક બાળક સહિત બે લોકો ઘાયલ થયા છે. એટલું જ પરંતુ ત્યારબાદ ઝૂલા તૂટીને પડી ગયો હોવાના કારણે 7થી 12થી વધુ લોકો ઈજા થયા છે.
આપણ વાચો: મહાકુંભ મેળાથી લઈને વિજયની રેલી સુધી: આ વર્ષે સર્જાઈ નાસભાગની 5 દુર્ઘટનાઓ
ઘાયલોને ફરીદાબાદની ખાનગી હોસ્પિટલો ખસેડાયા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઝુલાની દુર્ઘટના બપોરે સર્જાઈ હતી. ઝુલામાં સવાર લોકો મજા કરી રહ્યા હતા અને અચાનક તે તૂટો પડ્યો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ઘાયલોને ફરીદાબાદની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કોઈની હાલત ગંભીર નથી પરંતુ તપાસ ચાલી રહી છે. હજી પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
દુર્ઘટનાના કારણે મેળા આયોજકોની તૈયારીઓ પર સવાલ
સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં પહેલી ઘટનામાં ગેટ નંબર 2 નો પડદો પડી ગયો હતો, જેમાં સેક્ટર-28ના સુમિત મલ્હોત્રા અને એક બાળકને ઈજા થઈ હતી. તેમને બદશાહ ખાન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને બાદમાં રજા આપી દેવામાં આવી.
આ દુર્ઘટનાઓના કારણે મેળા આયોજકોની તૈયારીઓ પર સવાલો થઈ રહ્યાં છે. પહેલા પણ 2001માં સૂરજકુંડ મેળામાં સ્વિંગ ઝૂલો તૂટી પડતા 3ના મોત થયા હતા. જોકે આજની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ તૈયારીઓને લઈ પ્રશ્ન થઈ રહ્યો છે.
આપણ વાચો: અંજાર-મુંદરા રોડ પર ટ્રકનું ટાઈર ફાટતા સર્જાઈ દુર્ઘટના, શ્રમિક મહિલાનું મોત દિકરી ગંભીર
22 ફેબ્રુઆરી સુધી ચાલશે આ સૂરજકુંડ મેળો
આ સમગ્ર મામલે પોલીસે કેસની નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સૂરજકુંડ મેળાની વાત કરવામાં આવે તો, આ મેળો 6 થી 22 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. જેમાં વિશ્વભરમાંથી હસ્તકલા કલાકારો અને લાખો પ્રવાસીઓ આવે છે. ફરીદાબાદમાં 39મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે ચાલી રહ્યો છે, પરંતુ આજે એક દુર્ઘટના સર્જાઈ છે.



