Kolkata રેપ અને મર્ડર કેસના લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવી દિલ્હી: કોલકાતાની આરજી કર હોસ્પિટલ(Kolkata Rape And Murder Case)અને મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને મર્ડર કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર તરફથી વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કેસના લાઇવ સ્ટ્રીમિંગ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. સિબ્બલે સીજેઆઈને આને રોકવાની માંગ કરી અને કહ્યું કે મીડિયામાં અમારી વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. જોકે, સીજેઆઇએ લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.
કપિલ સિબ્બલે લાઈવ સ્ટ્રીમિંગ સામે વાંધો વ્યક્ત કર્યો
સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળ સરકાર વતી વકીલ કપિલ સિબ્બલે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ કેસના લાઇવ સ્ટ્રીમિંગ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે કે જાણે બંગાળ સરકાર ગુનેગારોની સાથે છે. મારી 50 વર્ષ જૂની પ્રતિષ્ઠા રાતોરાત ખતમ થઈ રહી છે. મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે સુનાવણી દરમિયાન હું હસ્યો હતો.
સીજેઆઈએ પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો હતો
સીજેઆઈએ કપિલ સિબ્બલના વાંધાને ફગાવી દીધો હતો. સીજેઆઈએ કહ્યું ના, અમે લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ લગાવીશું નહીં. સીજેઆઈએ વધુમાં કહ્યું કે અમે પહેલા સીબીઆઇનો સ્ટેટસ રિપોર્ટ જોઈશું. તેમજ કહ્યું કે આ જાહેર હિતનો મામલો છે આ ખુલ્લી કોર્ટ છે. જ્યાં સુધી વકીલો દ્વારા ધમકીઓ મળવાની વાત છે તો અમે તેનું ધ્યાન રાખીશું.
Also Read –