મોટર વાહન કર અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: જો વાહન જાહેર જગ્યાએ ન ચાલે તો…
Top Newsનેશનલ

મોટર વાહન કર અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: જો વાહન જાહેર જગ્યાએ ન ચાલે તો…

નવી દિલ્હીઃ મોટર વાહન કર એ વળતર આપનાર છે અને જો કોઇ વાહનનો ઉપયોગ જાહેર સ્થળે કરવામાં આવતો નથી અથવા ઉપયોગ માટે રાખવામાં આવતા નથી તો તેના માલિક પર તે સમયગાળા માટે મોટર વાહન કરનો બોજ નાખવો જોઇએ નહીં, એમ વડી અદાલતે જણાવ્યું હતું.

ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના ડિસેમ્બર ૨૦૨૪ના ચુકાદાને પડકારતી અપીલ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. વડી અદાલતે જણાવ્યું કે મોટર વાહન કર એ વળતર આપનાર પ્રકૃતિનો છે. તેનો સીધો સંબંધ અંતિમ ઉપયોગ સાથે છે.

મોટર વાહન કર વસૂલવાનો તર્ક એ છે કે જે વ્યક્તિ જાહેર માળખાકીય સુવિધાઓ, જેમ કે રસ્તા અને હાઇવે વગેરેનો ઉપયોગ કરી રહી છે તેમણે આવા ઉપયોગ માટે ચૂકવણી કરવી પડશે.

આંધ્ર પ્રદેશ મોટર વાહન કરવેરા અધિનિયમ, ૧૯૬૩ની કલમ ૩નો ઉલ્લેખ કરતાં ખંડપીઠે કહ્યું કે વિધાનસભાએ આ જોગવાઇમાં ઇરાદાપૂર્વક ‘જાહેર સ્થળ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ કાયદાની કલમ ૩ મોટર વાહનો પર કર લાદવા સાથે સંબંધિત છે.

વડી આદલતે ૨૯ ઓગસ્ટના રોજ આપેલા પોતાના ચુકાદામાં જણાવ્યું કે જો કોઇ મોટર વાહનનો ઉપયોગ જાહેર સ્થળ પર કરવામાં આવતો નથી અથવા તેને જાહેર સ્થળ પર ઉપયોગ માટે રાખવામાં આવતા નથી તો સંબંધિત વ્યક્તિને જાહેર માળખાકીય સુવિધાઓનો લાભ મળી રહ્યો નથી.

તેથી આવા સમયગાળા માટે તેના પર મોટર વાહન કરનો બોજ નાખવો જોઇએ નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે કાયદાની કલમ ૩ કિંમત વસૂલવાની જોગવાઇ કરે છે અને રાજ્ય સરકારને મોટર વાહન પર કર વસૂલવાની સત્તા આપે છે.

આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિમણૂક! જાણો કોણ છે જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ આલોક અરાધે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button