નેશનલ

કોલકાતા રેપ-મર્ડરનો કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાંઃ ચીફ જસ્ટિસ કરશે સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે સૂઓમોટો લીધો છે. મંગળવારે ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે ‘RG Kar મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યા’ની સુનાવણી કરશે. કોલકાતા હાઈકોર્ટે હાલમાં જ આ કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી સીબીઆઈને સોંપી છે. સરકારી હોસ્પિટલના સેમિનાર હોલમાં જુનિયર તબીબની બળાત્કાર-હત્યાના કિસ્સાએ ભારે વિરોધ જગાવ્યો છે.

આ પણ વાંચો: હવે મુંબઇમાં પણ કોલકાતા વાળી! મહિલા ડૉક્ટર સાથે દુર્વ્યવહાર અને મારપીટ

કોલકાતાની ઘટના પ્રત્યે લોકોમાં વ્યાપેલા રોષ અને સતાધિશો દ્વારા કેસને ખોટી રીતે ચલાવવાના આરોપોને પગલે સુપ્રીમ દ્વારા આ હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસ પહેલેથી જ CBI દ્વારા તપાસ હેઠળ છે, ભારતમાં તબીબી વ્યાવસાયિકો, ખાસ કરીને મહિલાઓની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. આ મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને પીડિત મહિલાને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી રહી છે.

પીડિતા આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર તરીકે ફરજ બજાવતી મહિલા સાથે બળાત્કાર કરીને નિર્દયતાથી હોસ્પિટલના સેમિનાર હોલમાં તેની હત્યા કરવામાં આવી હતી. પીડિતાના પરિવાર અને આંદોલનકારીઓનો આરોપ છે કે આ એક ગેંગરેપ હતો અને તમામ ગુનેગારોને સજા અપાવવા માટે સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે પીડિતાનું મૃત્યુ પહેલા યૌન શોષણ થયું હતું.

આ પણ વાંચો: કોલકાતા રેપ-મર્ડર કેસ પર આ શું બોલી ગયા સૌરવ ગાંગુલી કે મચ્યો હોબાળો….!

બળાત્કાર અને હત્યાનો કેસ સીબીઆઈને સોંપતી વખતે, હાઈકોર્ટે અવલોકન કર્યું કે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની આ કેસના સંબંધમાં પહેલા પૂછપરછ થવી જોઈતી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું હતું. કોર્ટે ભૂતપૂર્વ પ્રિન્સિપાલનું નિવેદન લેવામાં થયેલા વિલંબ પર પણ સવાલ ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે વિરોધ કરી રહેલા ડોકટરોની ચિંતાઓને દૂર કરવા માટે રાજ્ય સરકાર શું કરી રહી છે. આ સાથે જ કોર્ટે હોસ્પિટલમાં તોડફોડ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે મેડિકલ સુવિધા તોડી પાડવી એ રાજ્યની તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…