નેશનલ

કોલકાત્તા હાઈ કોર્ટમાં થયેલા હંગામા પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ: ‘શું આ જંતર-મંતર છે?’

નવી દિલ્હીઃ દેશની વડી અદાલતે ગત ૯ જાન્યુઆરીએ કોલકાત્તા હાઇ કોર્ટમાં મોટા પાયે થયેલી અંધાધૂંધી અને હંગામા અંગે આજે ચિંતા વ્યક્ત કરી હતી. આ હંગામો બેકાબૂ ભીડને કારણે મચ્યો હતો. જેના કારણે કોર્ટને રાજકીય સલાહકાર પેઢી આઇ-પેકના કાર્યાલયમાં ઇડીના સર્ચ અને જપ્તી કાર્યવાહી સંબંધિત કેસમાં નિર્ધારિત સુનાવણી મુલતવી રાખવાની ફરજ પડી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) વત્તી હાજર રહેલા સોલિસિટર જનરલ(એસજી) તુષાર મહેતાએ ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને વિપુલ પંચોલીની ખંડપીઠને જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ની કાનૂની શાખાએ વોટ્સએપ મેસેજ સર્કયુલેટ કરીને લોકોને કોર્ટમાં ભેગા થવા માટે કહ્યું હતું.

આપણ વાચો: સાવરકરની તસવીરો હટાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: અરજદારને ચેતવણી આપી

મહેતાએ કહ્યું કે કૃપા કરીને જુઓ આ કેસમાં શું થયું. અમે(કલકત્તા) હાઇકોર્ટ ગયા હતા. જ્યારે લોકશાહીનું સ્થાન ટોળાશાહી લઇ લે છે ત્યારે આવું જ થાય છે. આ હાઇકોર્ટના રેકોર્ડમાં છે. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં વકીલો અને અન્ય લોકો કોર્ટરૂમમાં ઘૂસી ગયા હતા. જેના કારણે ભારે અરાજકતા અને હંગામો મચી ગયો હતો. તેમણે કહ્યું કે સુનાવણી માટે આ વાતાવરણ અનુકૂળ ન હોવાનું બેન્ચે અવલોકન કર્યું હતું.

મહેતાએ કહ્યું કે મેં શાસક પક્ષના કાયદા વિભાગના વોટ્સએપ ચેટ રેકોર્ડ પર મૂક્યા છે. આ અચાનક બન્યું ન હતું. પાર્ટીના લીગલ સેલ દ્વારા લોકોને ત્યાં જવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ત્યારબાદ ખંડપીઠે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે શું બધા લોકો આવી ગયા? જાણે કે આ જંતર-મંતર હોય. મહેતાએ કહ્યું કે હાઇકોર્ટને જંતર મંતરમાં ફેરવી દેવામાં આવી હતી. બસો અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું એસજીએ જણાવ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button