સુપ્રીમ કોર્ટનું દિલ્હી એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે કડક વલણ, બે અઠવાડિયામાં રિપોર્ટ રજુ કરવા આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને ઠપકો આપ્યો છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે CAQM તેની ફરજમાં નિષ્ફળ રહ્યું છે. કોર્ટે CAQMને બે અઠવાડિયામાં નિષ્ણાતોની બેઠક બોલાવવા અને વધતા પ્રદૂષણના મુખ્ય કારણો સહિત રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
કોર્ટ કહ્યું લોકો અમને ઇ-મેઇલ મોકલે છે
દિલ્હી એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે પૂછ્યું કે, શું તમે પ્રદૂષણના કારણો ઓળખી શક્યા છો. તાજેતરના દિવસોમાં પ્રદુષણ મુદ્દે નિષ્ણાતો લેખો લખી રહ્યા છે. લોકોના મંતવ્યો પ્રકાશમાં આવ્યા છે. તેમજ તેઓ અમને ઇમેઇલ મોકલે છે.
આપણ વાચો: મેનકા ગાંધીનું વિચિત્ર નિવેદન, વાયુ પ્રદૂષણ રોકવા ફટાકડા પર પ્રતિબંધ મુકો
કેન્દ્રીય પ્રદૂષણ દેખરેખ એજન્સીને ઠપકો આપ્યો
આ ઉપરાંત દિલ્હી બોર્ડર પર ટ્રાફિક ઓછો કરવા માટે ટોલ પ્લાઝાને કામચલાઉ બંધ કરવા અથવા અન્ય ખસેડવાના મુદ્દા પર બે મહિનાનો સમય માંગ્યો હતો. જેના લીધે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ દેખરેખ એજન્સીને ઠપકો આપ્યો. બેન્ચે CAQM ને ધીમે ધીમે લાંબા ગાળાના ઉકેલો રજુ કરવાનો નિર્દેશ આપ્યો. તેમજ ટોલ પ્લાઝા મુદ્દા પર પણ વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો.
દૂષણના કારણોને જાહેર પ્લેટફોર્મ પર લાવવા મહત્વપૂર્ણ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રદૂષણના કારણોને જાહેર પ્લેટફોર્મ પર લાવવા મહત્વપૂર્ણ છે જેથી જનતા સમસ્યાના મૂળને સમજી શકે અને પોતાના સૂચનો આપી શકે. કોર્ટે એ પણ ભાર મૂક્યો હતો કે નિષ્ણાતોએ સ્પષ્ટ કરવું જોઈએ કે કયા કારણો મહત્તમ પ્રદૂષણ માટે જવાબદાર છે જેથી તેમના પર પ્રાથમિકતાના ધોરણે કાર્યવાહી કરી શકાય.



