
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 498 (એ)ના વધતા દુરુપયોગને લઈ મોટો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે ઘરેલું હિંસા અને દહેજનો કેસ નોંધાયા બાદ બે મહિના સુધી ધરપકડ નહીં કરવાનો અને કેસને ફેમિલી વેલફેર કમિટીને મોકલવા કહ્યું હતું. તાજેતરમાં આઈપીએસ મહિલા તરફએ પતિ અને સાસરિયા સામે ખોટો કેસ દાખલ કર્યો હતો. આ મામલે પીડિત પતિ અને તેના પિતાને ત્રણ મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.
પીઠે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને કહ્યું કે પુત્રીની રક્ષા સહિત તમામ મુદ્દા પર વિવાદ યોગ્ય રીતે ઉકેલાવો જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારના કોઈપણ કેસથી બચવું જોઈએ. કોર્ટે ઘરેલું હિંસાના કાયદાનો ખોટી રીતે ઉપયોગ ન થાય તે જોવા પણ અપીલ કરી હતી.
પુત્રીની રક્ષા મુદ્દે પીઠે કહ્યું, બાળકોની કસ્ટડી માતા પાસે રહેશે. પિતા અને તેનો પરિવાર ત્રણ મહિના સુધી પરિવારજનોની હાજરીમાં જ મળી શકશે. દર મહિનાના પ્રથમ રવિવારે સવારે નવ થી સાંજે પાંચ સુધી બાળકોને નિયમ અનુસરા મળી શકાશે.