‘દર્દીઓ હેરાન થઇ રહ્યા છે, કામ પર પરત ફરો…’ સુપ્રીમ કોર્ટે ડોક્ટર્સને વિંનતી કરી
નવી દિલ્હી: કોલકાતાની આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસ (Kolkata rape and murder case)ની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ રહી છે. મુખ્ય ન્યાયધીશની આગેવાની હેઠળની બેંચે ડોક્ટર્સ અને મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે હળતાળ પર ઉતરેલા ડોક્ટર્સને ફરજ પર પરત ફરવા અપીલ કરી હતી.
ચીફ જસ્ટિસે ચંદ્રચુડે કહ્યું કે અમે દેશભરના ડૉક્ટરોને અપીલ કરીએ છીએ કે આખો દેશ તમારી સુરક્ષા બાબતે ચિંતિત છે, અમારા પર વિશ્વાસ કરો. દર્દીઓને નુકસાન થઈ રહ્યું છે. લાંબી રાહ જોયા પછી દર્દીઓને એપોઇન્ટમેન્ટ મળે છે, જેને રદ કરાવી યોગ્ય નથી. અમે અપીલ કરીએ છીએ કે તમે ફરીથી કામ શરૂ કરો.
સુનાવણી દરમિયાન મૃતકની ઓળખ જાહેર થવા પર ચિંતા વ્યક્ત કરતા CJI ચંદ્રચુડે કહ્યું કે, “સોશિયલ મીડિયા પર પીડિતાની તસવીરો અને નામ ફેલાવવા બાબતે અમે ખૂબ જ ચિંતિત છીએ. આ ઘટના સમગ્ર દેશમાં તંત્રની નિષ્ફળતા છે. પીડિતાના મૃતદેહના વીડિયો અને તેનું નામ બહાર પાડવામાં આવ્યું છે.”
પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું, “અમે આ મામલામાં 50 FIR નોંધી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ તમામ ફોટા અને વીડિયો લેવામાં આવ્યા હતા.”
આના પર CJIએ કહ્યું, “આ ભયાનક છે? પીડિતાની ઓળખ દરેક જગ્યાએ જાહેર કરવામાં આવી છે, જ્યારે આવું ન થવું જોઈતું હતું.” સીજેઆઈએ પશ્ચિમ બંગાળ સરકારને પૂછ્યું, “શું પ્રિન્સિપાલે હત્યાને આત્મહત્યા જાહેર કરી હતી? શું પીડિતાના માતા-પિતાને મોડેથી જાણ કરવામાં આવી હતી? શું તેમને મળવાની મંજૂરી નહોતી? “
ચીફ જસ્ટિસે કહ્યું કે ટોળાએ આવીને મેડિકલ કોલેજમાં તોડફોડ કરી. પોલીસ શું કરી રહી હતી? ક્રાઈમ સ્પોટનીની સુરક્ષા કરવાની પોલીસની ફરજ છે.
આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે 10 હજારની ભીડ માહિતી વિના એકઠી થઈ શકે નહીં. મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે શું એ સાચું છે કે આચાર્યને તાત્કાલિક અન્ય જગ્યાએ નોકરી આપવામાં આવી હતી. સીબીઆઈએ અમને સ્ટેટસ રિપોર્ટ સોંપવો જોઈએ.
કોર્ટે કહ્યું કે હવે આ મામલે ગુરુવારે સુનાવણી થશે. અમે એક નેશનલ ટાસ્ક ફોર્સની નિમણૂક કરી રહ્યા છીએ જે દેશભરની હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા અંગે અભ્યાસ કરશે અને સૂચનો આપશે.
Also Read –