નેશનલ

સુપ્રીમ કોર્ટે SIRની કામગીરી કરી રહેલા BLOsને આપી મોટી રાહત, રાજ્ય સરકારોને આપ્યા આવા નિર્દેશો

નવી દિલ્હી: ભારતનું ચૂંટણી પંચ હાલ 12 રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. જેના માટે બૂથ-લેવલ ઓફિસર્સ (BLOs)ને મહત્વ પૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. દેશભરમાંથી અહેવાલો આવી રહ્યા છે કે કામ પૂરું કરવા માટે BLOs પર ખુબ જ દબાણ કરવામાં આવી રહ્યું છે, માનસિક તણાવમાંથી પસાર તહી રહેલા BLOsની આત્મહત્યાના પણ ઘણાં બનાવો બનવ્યા છે. એવામાં સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારોને મહત્વના નિર્દેશો આપ્યા છે.

ગુરુવારે સુપ્રીમ કોર્ટે BLOsની આત્મહત્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે BLOs ના કામની પરિસ્થિતિઓ અને માનસિક સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી. કોર્ટે રાજ્ય સરકારોને નિર્દેશો આપ્યા કે BLOs ના કામકાજના કલાકો ઘટાડવામાં આવે અને કામગીરી પૂરી કરવા વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવે.

રાજ્ય સરકારોને આપ્યા આવા નિર્દેશો:
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે જ્યાં 10,000 સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, ત્યાં 30,000 નો સ્ટાફ પણ તૈનાત કરી શકાય છે. જેને કારણે હાલ કામ કરી રહેલા લોકો પર કામનો ભાર અને દબાણ ઘટશે.

કોર્ટે રાજ્ય સરકારોને એવા પણ નિર્દેશ આપ્યા કે ફરજમાંથી મુક્ત થવાની વિનંતી કરતા BLOs, ખાસ કરીને જેઓ બીમાર હોય અથવા અન્ય રીતે કામગીરી કરવામાં સક્ષમ ન હોય, તો તેમને રજા આપવામાં આવે અને તેમની જગ્યાએ અન્ય કોઈ અધિકારીને નીમવાની વ્યવસ્થા કરવામાં આવે.

ચૂંટણી પાંચ આપી રહ્યું છે ધમકીઓ!
દક્ષિણ ભારતના ફિલ્મ અભિનેતા વિજયની રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કઝગમ(TVK) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો આપ્યા હતાં.

દેશભરમાં 35 થી 40 જેટલા BLO ના મૃત્યુના હેવાલોને ધ્યાનમાં રાખીને TVKએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. TVKએ અરજીમાં જણાવ્યું કે ચૂંટણી પંચ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 32 હેઠળ BLOને જેલની સજાની ધમકી આપી રહ્યું છે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 32માં ઉલ્લેખ છે કે મતદાન અધિકારી, અથવા મતદાર યાદી તૈયાર કરવા અથવા સુધારવાનું કામ કરતી વ્યક્તિ, ફરજોનું ઉલ્લંઘન કરે તો તેને બે વર્ષની જેલની સજા થઈ શકે છે.

આપણ વાંચો:  રૂપિયો તૂટીને 90ને પાર, પ્રિયંકાનો મોદીને સવાલ, મનમોહન સિંહના સમયમાં કહેતા એ હવે કહેશો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button