ઓપરેશન સિંદૂરમાં ભાગ લેનાર દહેજ હત્યાના આરોપીની સુપ્રીમ કોર્ટે સરેન્ડર છૂટની અરજી ફગાવી, જાણો આખો મામલો | મુંબઈ સમાચાર
નેશનલ

ઓપરેશન સિંદૂરમાં ભાગ લેનાર દહેજ હત્યાના આરોપીની સુપ્રીમ કોર્ટે સરેન્ડર છૂટની અરજી ફગાવી, જાણો આખો મામલો

નવી દિલ્હી: પંજાબના હિરાયાણામાં 2002 બ્લેક કેટ કમાન્ડો તરીકે સેવા આપતા બલજિન્દર સિંહ પર પત્નીને ગળે ફાંસો આપી મારી નાખવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં બલજિન્દર ગુનેગાર સાબિત થતા તેમણે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો હતો. જ્યારે હવે તેના પર સુનવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દહેજ હત્યાના કેસમાં દોષીને સરેન્ડરની છૂટ આપવાનો ઇનકાર કર્યો છે. મંગળવારે કોર્ટે “ઓપરેશન સિંદૂરમાં ભાગ લેવાથી ઘરે અત્યાચાર કરવાની છૂટ નથી મળતી.” આ નિર્ણય પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ પર સંભાળાવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દોષિતની સજા યથાવત્ રાખી એવું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.

સુપ્રીમ કોર્ટે દોષી બલજિન્દર સિંહની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે, ગંભીર અપરાધના કેસમાં છૂટ આપવી યોગ્ય નથી. આ દલિલ પર દોષીતના વકીલે કોર્ટેને તેમના બલીદાનથી અવગત કરાવતા જણાવ્યું કે, બલજિન્દરે 20 વર્ષથી રાષ્ટ્રીય રાઈફલ્સમાં બ્લેક કેટ કમાન્ડો તરીકે સેવા આપી છે. આ ઉપરાંત ઓપરેશ સિંદૂર સમયે પણ તેમણે ભાગ લીધો હતો. જવાબમાં કોર્ટે કહ્યું, “આ તમારી શારીરિક શક્તિ દર્શાવે છે, જેનો ઉપયોગ તમે તમારી પત્નીની હત્યા માટે કર્યો હતો.

આ કેસ જુલાઈ 2004નો છે, જ્યારે અમૃતસરની નીચલી અદાલતે બલજિન્દર સિંહને ભારતીય દંડ સંહિતાની કલમ 304-બી (દહેજ હત્યા) હેઠળ દોષી ઠેરવ્યો હતો. તેના લગ્નના બે વર્ષમાં તેની પત્નીનું મૃત્યુ થયું હતું. પોલીસે આરોપ લગાવ્યો કે, મહિલાને સાસરે દહેજ માટે હેરાનગતિ અને ક્રૂરતાનો સામનો કરવો પડ્યો હતો. 18 જુલાઈ 2002ના રોજ મૃતકના ભાઈ ભાભીએ નિવેદન આપ્યું હતું કે મહિલાને પતી અને પતીના પરિવારજનોએ ચૂંદડીથી ગળુ દબાવી મારી નાખવામાં આવી હતી.

આ પણ વાંચો…ઠગ લાઈફ ફિલ્મને કર્ણાટકમાં રિલીઝ કરવાનો માર્ગ મોકળો, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button