Top Newsનેશનલ

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: ઉમર ખાલિદ અને શરજીલને કોઈ રાહત નહિ, અન્ય 5 આરોપીઓને જામીન

નવી દિલ્હી: દિલ્હી રમખાણોના કાવતરામાં સંડોવણીના આરોપમાં છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની મુક્તિ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. વર્ષ 2020ના દિલ્હી રમખાણોના મુખ્ય કાવતરા સાથે જોડાયેલા આ કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઈમામની જામીન અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. આ કેસમાં જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠ આ ચુકાદો આપ્યો હતો, અન્ય પાંચ આરોપીઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર દિલ્હી રમખાણોના કાવતરામાં સંડોવણીના આરોપમાં છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની મુક્તિ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે વર્ષ 2020ના દિલ્હી રમખાણોના મુખ્ય કાવતરા સાથે જોડાયેલા આ કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઈમામની જામીન અરજી નકારી કાઢી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામ સિવાય અન્ય પાંચ આરોપીઓને જામીન આપ્યા છે. જામીન મેળવનારા પાંચ આરોપીઓમાં ગુલ્ફિશા, મીરાં, સલીમ, શિફા અને શાદાબનો સમાવેશ થાય છે, તેઓને 12 શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 10 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની લાંબી દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી પોલીસ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ હાજર રહી જામીનનો વિરોધ કર્યો હતો, જ્યારે આરોપીઓ વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ કપિલ સિબ્બલ, અભિષેક સિંઘવી અને સલમાન ખુર્શીદ જેવા દિગ્ગજ વકીલોએ દલીલો રજૂ કરી હતી. આથી હવે આ તમામની નજર કોર્ટના આજના ચુકાદા પર ટકેલી છે.

ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને NRC વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ ભયાનક રમખાણોમાં 53 લોકોના મોત થયા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ પર આ રમખાણોના મુખ્ય આરોપી હોવાનો આરોપ છે અને તેમની વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને ભારતીય ન્યાય સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અગાઉ 2 સપ્ટેમ્બરના રોજ, દિલ્હી હાઈકોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉમર ખાલિદ સહિતના અન્ય આરોપીઓને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતા આરોપીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જો આજે સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી મંજૂર કરે છે, તો પાંચ વર્ષના લાંબા ગાળા બાદ તેઓ જેલની બહાર આવશે, અન્યથા તેમને હજુ પણ જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.

આ પણ વાંચો…જેલની બહાર આવશે કે અંદર જ રહેશે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ? સુપ્રીમ કોર્ટ આજે સંભળાવશે ચુકાદો!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button