સુપ્રીમ કોર્ટે Bilkis Bano Case માં બે દોષિતોની જામીન અરજી સાંભળવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં(Bilkis Bano Case) બે દોષિતોની વચગાળાની જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસમાં આરોપી રાધાશ્યામ ભગવાનદાસ અને રાજુભાઈ બાબુલાલ સોનીએ વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે આ ખોટી રીતે તૈયાર કરવામાં આવેલી અરજી છે. આ સાથે જ એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ કહ્યું કે હું મારી અરજી પાછી ખેંચી લઈશ.
સજા માફ કરવા અંગે નવો નિર્ણય લેવામાં ન આવે ત્યાં જામીન નહિ
સુપ્રીમ કોર્ટે અરજી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ કેવી રીતે સ્વીકાર્ય છે? આ બિલકુલ ખોટું છે. અમે પીઆઈએલમાં અપીલ પર કેવી રીતે બેસી શકીએ? પીઆઈએલ સામેની અપીલની સુનાવણી કરવી યોગ્ય નથી.
અરજદારોએ માંગ કરી હતી કે જ્યાં સુધી તેમની સજા માફ કરવા અંગે નવો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી વચગાળાના જામીન આપવામાં નહિ આવે.
જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે માત્ર બીજો નિર્ણય જ માન્ય રહેશે એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ કહ્યું કે આ મામલે હવે કોર્ટના બે નિર્ણયો છે. મને સત્તાધિકારીનો સંપર્ક કરવાની મંજૂરી મળવી જોઈએ. પરંતુ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે માત્ર બીજો નિર્ણય જ માન્ય રહેશે.
શું છે સમગ્ર કેસ ?
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાત સરકારને ગુનેગારોને માફી આપવાનો અધિકાર નથી. આ અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે હતો. કોર્ટે કહ્યું હતું કે આ ઘટના ભલે ગુજરાતમાં બની હોય પરંતુ તેની સમગ્ર સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ તમામ ગુનેગારોએ આત્મસમર્પણ કર્યું અને ફરીથી જેલમાં જવું પડ્યું.