ધર્માંતરણમાં સરકારી દખલગીરી ચિંતા જનક! સુપ્રીમ કોર્ટે ધર્માંતરણ વિરોધી કાયદા પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવામાં આવ્યો છે, ઉત્તર પ્રદેશનો યોગી સરકારે લાગુ કરેલા ધર્માંતરણ વિરોધી કાયદાને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ગઈ કાલે સુર્પીમ કોર્ટે આ કાયદા સામે સવાલો ઉઠાવ્યા હતાં. કોર્ટે કહ્યું કે આ કાયદો પોતાની ઈચ્છાથી ધર્મ પરિવર્તન કરવા ઈચ્છતા લોકો માટે મુશ્કેલ ઉભી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટની ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચે ધર્માંતરણ પ્રક્રિયામાં સરકારી અધિકારીઓની ભમિકા અને દખલગીરી અંગે ચિંતા વ્યક્ત કરી.
બેન્ચે સરકારએ કહ્યું કે અમને એવું લાગી રહ્યું છે કે ધર્માંતરણ પ્રક્રિયામાં સરકારી તંત્રની દખલગીરી વધારવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ(સેક્યુલર) દેશ છે અને કોઈપણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ અન્ય ધર્મ અપનાવી શકે.
આ સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદાની યોગ્યતા પર કોર્ટ હાલ વિચાર કરી શકતી નથી. બેન્ચે કહ્યું, “ઉત્તર પ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદાની જોગવાઈઓની બંધારણીય માન્યતા અંગે નિર્ણય કરવો એ અમારા કાર્યક્ષેત્રમાં નથી.”
અધિકારીઓની દખલગીરી વધી સામે સવાલ:
કોર્ટે અવલોકન કર્યું કે ધર્મ પરિવર્તન પહેલાં અને પછીની જાહેરાત કરવા અંગે બનાવેલા નિયમો અન્ય ધર્મ અપનાવવાની પ્રક્રિયા મુશ્કેલ બનાવવા માટે બનાવવામાં આવ્યા હોય એમ લાગે છે. આ નિયમોને કારણે ધર્મ પરિવર્તન પ્રક્રિયામાં અધિકારીઓની દખલગીરી વધી છે. ધર્મ પરિવર્તનના દરેક કેસમાં પોલીસ તપાસનો આદેશ આપવા જિલ્લા મેજિસ્ટ્રેટને કાયદેસર રીતે બાધ્ય કરવામાં આવ્યા છે.
ધર્મએ વ્યક્તિગત બાબતછે:
ધર્માંતરણ પછી વ્યક્તિએ અપનાવેલા ધર્મની જાહેરાત કરવાના નિયમ પર પણ પ્રશ્ન ઉઠાવતા કોર્ટે કહ્યું . બેન્ચે જે તે વ્યક્તિ કયો ધર્મ અપનાવે છે તે તેની વ્યક્તિગત બાબત છે. આ સંદર્ભમાં જાહેરાત ફરજીયાત કરવી એ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.
કોર્ટે કહ્યું કે એ ધ્યાનમાં રાખવું જરૂઈ છે કે ભારતના બંધારણની પ્રસ્તાવના અને બંધારણની ધર્મનિરપેક્ષ પ્રકૃતિ શું કહે છે.
આપણ વાંચો: દિલ્હીમાં ISIS પ્રેરિત બે આતંકી ઝડપાયા, ISIના ઈશારે IED બ્લાસ્ટની તૈયારી હતી!



