
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને EVMમાં સંગ્રહિત ચૂંટણી સબંધિત ડેટાનો નાશ ન કરવા આદેશ આપ્યો છે. ચૂંટણીબાદ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની ચકાસણી સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ (CJI) જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે હાલમાં EVM માંથી કોઈ ડેટા ડિલીટ ન કરવો અને તેમાં કોઈ નવો ડેટા ફરીથી લોડ ન કરવો.
Also read : આ લડાયક વિમાનો જે બેંગલોરના આકાશમાં ઊડે છે, તેમની કેપ્ટન છે માનૂનીઓ
મતદાન બાદ EVM માટે SOP શું છે?
સુપ્રીમ કોર્ટે આજે એક અરજીની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચને સવાલ કર્યો હતો કે મતદાન પૂર્ણ થયા બાદ EVM માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) શું છે? હવે ચૂંટણી પંચે ચૂંટણી પછી EVM મેમરી અને માઇક્રોકન્ટ્રોલર બાળવાની પ્રક્રિયા વિશે કોર્ટને જાણ કરવી પડશે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા એક અરજીમાં માંગ કરવામાં આવી હતી કે મત ગણતરી પૂર્ણ થયા પછી પણ મશીનોમાંથી ડેટાનો નાશ ન કરવો જોઈએ.
હારેલા ઉમેદવારને સ્પષ્ટતા આપી શકાય
સીજેઆઈ ખન્નાએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ કઈ વિરોધાત્મક નથી. જો હારેલા ઉમેદવાર સ્પષ્ટતા માંગે તો એન્જિનિયર સ્પષ્ટતા આપી શકે કે EVM સાથે છેડછાડ કરવામાં આવી નથી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે EVM ની બળી ગયેલી મેમરી અને માઇક્રોકન્ટ્રોલરની ચકાસણી કોઈ વ્યાવસાયિક એન્જિનિયર દ્વારા કરવામાં આવે જેથી ખાતરી થાય કે EVM સાથે છેડછાડ કરવામાં આવી નથી.
Also read : દુનિયાના ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, ભારત અને પાકિસ્તાનનો ક્રમ ક્યાં છે?
શું માંગ છે અરજીમાં?
ADR, હરિયાણાના બે કોંગ્રેસના નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં EVM ની બાળવામાં આવતી મેમરી/માઈક્રોકન્ટ્રોલરની તપાસ માટે નીતિ ઘડવાની પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં ચૂંટણી પંચને ચૂંટણી પરિણામો પર શંકાઓ અને EVM સાથે છેડછાડની શંકાની ચકાસણી કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. હવે આ અંગે આગામી સુનાવણી 17 માર્ચે થશે.