નેશનલ

સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ડિજીટલ એરેસ્ટ સ્કેમની તપાસ પહેલા કરવા આદેશ આપ્યો

દેશભરમાં વધી રહેલા ડિજીટલ એરેસ્ટ સ્કેમને લઈને સુપ્રીમ કોર્ટ ચિંતિત છે. તેમજ આ અંગે એક મહત્વનો આદેશ આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે ડિજીટલ એરેસ્ટ સ્કેમના તમામ કેસોની તપાસ પહેલા કરવા સીબીઆઈને આદેશ આપ્યો છે. જેની માટે સીબીઆઈને વિશેષ અધિકાર પણ આપવામાં આવ્યા છે.

ડિજીટલ એરેસ્ટ સ્કેમ પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડિજીટલ એરેસ્ટ સ્કેમની સીબીઆઈ તપાસ કરે. તેમજ સુપ્રીમ કોર્ટે વિપક્ષી રાજકીય દળોના શાસનવાળા રાજ્યો, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાના સહિતના રાજ્યોને ડિજીટલ એરેસ્ટ કેસની તપાસ કરવા સીબીઆઈને મંજુરી આપવા આદેશ આપ્યો છે.

આ ઉપરાંત કોર્ટે કહ્યું કે ડિજીટલ એરેસ્ટ સ્કેમ પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ સ્કેમ અનેક બેંક ખાતાઓ સાથે સંકળાયેલુ હોય છે. જેની તપાસ માટે સીબીઆઈને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાં ઈડીની મોટી કાર્યવાહી, 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર લોકોની ધરપકડ

બેંકરોની ભૂમિકાની તપાસ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા

આ કેસની સુનવણીમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સીબીઆઈને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ બેંક ખાતા ખોલવામાં આવ્યા હોય તેવા કેસોમાં બેંકરોની ભૂમિકાની તપાસ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપીને વધુ સત્તાઓ આપી. સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કેસમાં આરબીઆઈને પક્ષકાર બનાવતી નોટિસ ઇસ્યુ કરી હતી. સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંકને આવા ખાતાઓને ઓળખવા અને ગુનામાંથી મળેલી રકમને ફ્રીઝ કરવા માટે એઆઈનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે તે અંગે જણાવવામાં કહ્યું છે.

આ પણ વાંચો: યુઝર-જનરેટેડ સોશિયલ મીડિયા કન્ટેન્ટ લાગશે નિયંત્રણ! સુપ્રીમ કોર્ટ કેન્દ્રને આપ્યા નિર્દેશ

આઈટી વિભાગ પર સીબીઆઈને મદદ કરશે

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આઈટી ઈન્ટરમીડીયરી રૂલ્સ 2021 હેઠળના અધિકારીઓ સીબીઆઈને સંપૂર્ણ સહયોગ આપશે. જે રાજ્યોએ સીબીઆઈ ને મંજૂરી આપી નથી તેમણે તેમના અધિકારક્ષેત્રોમાં IT એક્ટ 2021 હેઠળ તપાસ માટે મંજૂરી આપવી જોઈએ જેથી સીબીઆઈ દેશભરમાં મોટા પાયે કામગીરી કરી શકે. કોર્ટે કહ્યું કે જો જરૂર પડે તો સીબીઆઈ ઇન્ટરપોલ અધિકારીઓની મદદ લેશે. કોર્ટે ટેલિકોમ્યુનિકેશન વિભાગને ટેલિકોમ ઓપરેટર દ્વારા એક જ નામે સિમ કાર્ડ અથવા બહુવિધ સિમ કાર્ડ જાહેર કરવા અંગે દરખાસ્ત રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો. જેથી સિમ કાર્ડનો દુરુપયોગ અટકાવવા માટે તમામ ટેલિકોમ ઓપરેટરોને આદેશો આપી શકાય.

આ અંગેની વધુ સુનાવણી બે અઠવાડિયા બાદ કરવામાં આવશે. તેમજ કોર્ટે કહ્યું જે રીતે કોટે જાતે અરજી લીધી તેની બાદ અનેક પીડિતોએ અરજી ફાઈલ કરી છે. અમારા પ્રથમ નિર્દેશમાં જાણવા મળ્યું છે કે અલગ અલગ રાજ્યોમાં અરજી કરવામાં આવી છે. તેમજ આ ગુનો એટલો મોટો છે કે તેની પર જ લગાવી શકાય છે કે દરેક રાજ્યમાં મોટાભાગે સિનીયર સિટીઝનો આ સ્કેમનો શિકાર બન્યા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button