નેશનલ

સનાતન ધર્મ મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો

તમે તમારા અધિકારોનો દુરુપયોગ નહીં કરોઃ કોર્ટે કરી મહત્ત્વની ટકોર

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે સોમવારે તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિન (Udhayanidhi Stalin) ને સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી (comments on Sanatan Dharma) બદલ ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમે મંત્રી છો. તમારે આવી ટિપ્પણીઓનું પરિણામ જાણવું જોઈએ.

જો કે, સનાતન ધર્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ઉધયનિધિ વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં કેસ નોંધાયેલા છે. આ મામલામાં તેમના વકીલે સુપ્રીમ કોર્ટને તમામ FIRની એકસાથે સુનાવણી કરવાની અપીલ કરી છે. જો કે, કોર્ટે સ્ટાલિનને ફટકાર લગાવતા કહ્યું કે, “તમે અભિવ્યક્તિના અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન કરો છો અને પછી કલમ 32 હેઠળ રક્ષણ માટે સુપ્રીમ કોર્ટમાં આવો છો.” કોર્ટે આ કેસની સુનાવણી 15 માર્ચ સુધી મુલતવી રાખી છે.

તમિલનાડુ સરકારના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને હાલમાં જ ખૂબ જ વાંધાજનક નિવેદન આપ્યું હતું. સપ્ટેમ્બર 2023માં તમિલનાડુમાં ‘સંથાનમ એલિમિનેશન કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ સંબંધિત એક ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

જે વાયરલ વિડિયોમાં તે કહેતા સાંભળી શકાય છે કે કેટલીક એવી વસ્તુઓ છે જેને આપણે નાબૂદ કરવી પડશે અને આપણે માત્ર વિરોધ કરી શકીએ નહીં. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી, આપણે તેનો નાશ કરવો પડે છે અને સનાતન ધર્મ પણ એવો જ છે. આપણું પ્રથમ કાર્ય સનાતનમને ખતમ કરવાનું હોવું જોઈએ અને તેનો વિરોધ ન કરવો જોઈએ.’

સિનિયર વકીલ એ.એમ. સિંઘવીએ FIRને એકસાથે જોડવાની દલીલ કરવા માટે અન્ય કેસોમાં અગાઉ આપેલા નિર્ણયોને ટાંક્યા હતા. સુપ્રીમ કોર્ટે સૂચવ્યું કે સ્ટાલિન તેના બદલે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. આ અંગે ઉધયનિધિના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જો મારે ઘણી વખત હાઈકોર્ટમાં જવું પડશે તો મને બાંધી દેવામાં આવશે અને તે પ્રોસિક્યુશન સમક્ષ હેરાનગતિ હશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘અમે આ મામલે આવતા અઠવાડિયે સુનાવણી કરીશું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button