નેશનલ

સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન બિલ પર કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી: ૧૯૯૫ના અધિનિયમ પર પણ સવાલ

નવી દિલ્હીઃ વક્ફ એક્ટનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડ સંશોધન, જેને વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ના નામથી ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તેનું નામ બદલવામાં આવ્યું છે, ત્યારે સુપ્રીમ કોર્ટે વક્ફ અધિનિયમ 1995ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારને નામે નોટિસ પાઠવી છે.

સુપ્રીમ કોર્ટે આજે વક્ફ અધિનિયમ, 1995ને પડકારનારી અરજીઓ મુદ્દે કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકારોને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને ન્યાયાધીશ એજી મસીહની ખંડપીઠે દિલ્હીમાં રહેનારા નિખિલ ઉપાધ્યાયની અરજી પર નોટિસ ફટકારી છે. વકીલ હરિશંકર જૈન અને એક અન્ય અરજદારની સમાન અરજીને પણ સંલગ્ન કરવામાં આવી છે.

વક્ફ અધિનિયમમાં સંશોધનોને પડકારતા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું હતું કે 1995ના અધિનિયમને અત્યારે શા માટે પડકારવામાં આવી રહ્યા છે. કોર્ટમાં હરિ શંકર જૈન વતીથી ઉપસ્થિત વકીલ વિષ્ણુ શંકર જૈને એવું સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે 1995 અધિનિયમ પહેલાથી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈ કોર્ટમાં જવાનું કહ્યું હતું, પરંતુ ખંડપીઠ એનાથી સહમત થયું નહોતું.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આજે વકીલ અશ્નિની ઉપાધ્યાયને પૂછયું હતું કે 1995ના અધિનિયમને પડકારતી અરજીઓ પર શા માટે વિચાર કરવો જોઈએ. આ મુદ્દે વકીલ ઉપાધ્યાયે કહ્યું હતું કે પૂર્વ સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે પૂર્વ સીજેઆઈ ખન્ના સર્વિસમાંથી નિવૃત્ત થયા પછી સીજેઆઈ ગવઈની નેતૃત્વ હેઠળની ખંડપીઠે કાર્યભાર સંભાળ્યા પૂર્વે વક્ફ (સંશોધન)ની સુનાવણી કરી હતી. આ અગાઉ 1995ના અધિનિયમને પડકારતા કેસથી અલગ સુનાવણી કરવા માટે સહમત થયા હતા અને 2025ના સંશોધનોને પડકારનારાને એના અંગે જવાબ આપવાની મંજૂરી આપી હતી.

કેન્દ્ર સરકાર વતીથી ઉપસ્થિત સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને કહ્યું હતું કે 2025ના સંશોધનને પડકારતી અરજીઓની સાથે 1995ના અધિનિયમને પડકારતી અરજીઓ પર સુનાવણીને મંજૂરી આપી નથી. જોકે, ભાટીએ કહ્યું કે જો ઉપાધ્યાયની અરજીને જૈન દ્વારા 1995ના અધિનિયમને પડકારનારી બીજી અરજીઓ સાથે જોડવામાં આવે તો કોઈ મુશ્કેલી નથી.

આ પણ વાંચો….વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં SG તુષાર મહેતાની ધારદાર દલીલો: ‘વક્ફ અલ્લાહનો, પણ સરકારી જમીન પર અધિકાર સરકારનો જ’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button