એક અલ્પવિરામથી પણ ફરક પડે છેઃ સુપ્રીમકોર્ટનું ભાષાંતર મામલે જાણવા જેવું તારણ | મુંબઈ સમાચાર
નેશનલ

એક અલ્પવિરામથી પણ ફરક પડે છેઃ સુપ્રીમકોર્ટનું ભાષાંતર મામલે જાણવા જેવું તારણ

એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવો, તે ખૂબ જ અઘરું કામ છે. દરેક ભાષામાં અભિવ્યક્તિની અલગ રીત હોય છે, પોતાનું શબ્દભંડોળ હોય છે. આથી એક ભાષામાં કહેવાતી વાત બીજી ભાષામાં કહીએ ત્યારે યોગ્ય શબ્દો વાપરવામાં ખૂબ જરૂરી છે. આજકાલ લોકો ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય ટુલ્સનો ઉપયોગ કરી ભાષાંતર કરે છે અને ઘણીવાર અર્થના અનર્થ થઈ જાય છે. આ સમસ્યા સુપ્રીમ કોર્ટને પણ નડે છે. તાજેતરમાં જ એક કેસમાં કોર્ટે તેમની સામે રાખવામાં આવેલા કેસના ભાષાંતર મામલે નારાજગી જતાવી હતી.

નીચલી કોર્ટના ચૂકાદાનો અંગ્રેજી અનુવાદ કોર્ટ સમક્ષ રાખવામાં આવ્યો હતો., જેનાથી નારાજ થઈ કોર્ટે મૂળ ભાષામાં લખાયેલા આદેશના અર્થને અંગ્રેજીમાં યોગ્ય રીતે રજૂ ન કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કરોલ અને ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે સિવિલ કેસનો નિકાલ કરતી વખતે કહ્યું કે સિવિલ કોર્ટના ચુકાદાનો અંગ્રેજી અનુવાદ મૂળ લખાણના અર્થ અને ભાવનાને સચોટ રીતે વ્યક્ત કરવામાં નિષ્ફળ ગયો છે. કોર્ટે કહ્યું કે કાયદાકીય બાબતોમાં શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેક શબ્દ, દરેક અલ્પવિરામ કેસની મૂળ વિગતોને અસર કરે છે.

અહેવાલ મુજબ બેન્ચે ભાર મૂક્યો હતો કે અનુવાદ મૂળ ભાષાના સાર અને સામગ્રીને યોગ્ય રીતે રજૂ કરે તેની કાળજી લેવી જોઈએ જેથી જે કોર્ટ કેસની સુનાવણી કરે છે તે સમજી શકે.

કોર્ટે એમ પણ કહ્યું કે અગાઉ 18મી માર્ચ, 2025ના રોજ પણ દસ્તાવેજોના ખોટા અનુવાદનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…પોપટ સોરઠિયા હત્યા મામલે અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું, જૂનાગઢ જેલ મોકલવા આદેશ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button